નેશનલ ક્રશના નામથી ફેમસ છે આ અભિનેત્રી, બહેન છે 17 વર્ષ નાની આવો છે પરિવાર

રશ્મિકાનો જન્મ 5 એપ્રિલ 1996માં કર્ણાટકના વિરાજપેટમાં થયો હતો. રશ્મિકાને એક બહેન પણ છે જેનું નામ શિમન છે. રશ્મિકાને બાળપણથી જ એક્ટિંગનો ખુબ શૌખ હતો. રશ્મિકાએ જર્નાલિઝમ પણ કર્યું છે.રશ્મિકાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 14, 2025 | 9:44 AM
1 / 8
રણબીર કપૂર સ્ટારર એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદન્ના સહિત અનેક બોલિવુડ સ્ટાર જોવા મળી રહ્યા છે.

2 / 8
 રશ્મિકા મંદન્નાનો જન્મ કર્ણાટકના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.તેના પિતાનું નામ મદન મંદાના અને માતાનું નામ સુમન છે.તેના પિતા કર્ણાટકની સરકારી સંસ્થામાં  કામ કરતા હતા.રશ્મિકા મંદન્નાએ તેનું પ્રાથમિક શિક્ષણ પૂર્વા પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું.

3 / 8
 રાતોરાત નેશનલ ક્રશનું બિરુદ હાંસલ કરનાર રશ્મિકા મંદન્નાના પરિવાર વિશે જાણીશું,તમને જણાવી દઈએ કે રશ્મિકા એક ભારતીય અભિનેત્રી અને એક મોડલ છે અને અત્યાર સુધી તેણે ઘણી કન્નડ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મો કરી છે.

4 / 8
રશ્મિકાએ મોડલિંગથી તેના કરિયરની શરુઆત કરી હતી. વર્ષે 2014માં એક ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષે 2016માં એક કન્નડ ફિલ્મ થી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી બોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે.

5 / 8
પુષ્પાની શ્રીવલ્લી આજે રાજકુમારી જેવી જીંદગી જીવે છે તે કરોડોની માલકિન છે. રશ્મિકાને મોંઘી કારનો પણ શોખ છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. અભિનેત્રી પાસે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ પણ છે

6 / 8
રશ્મિકાની બહેન શિમોન હાલમાં 9 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરનું લાંબું અંતર છે.સિમોન પોતાની બહેનની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.   બંને વચ્ચે શાનદાર બોન્ડ અને પ્રેમ જોવા મળતો હોય છે.

7 / 8
અર્જુન રેડ્ડી સ્ટાર અને પુષ્પા અભિનેત્રીએ  1 થી વધુ ફિલ્મમાં સાથે અભિનય કર્યો છે. 2018માં પરશુરામ નિર્દેશિત રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં પણ બંન્ને સાતે જોવા મળ્યા હતા.એવી વાતો પણ સામે આવી રહી છે કે, બંન્ને ટુંક સમયમાં જ લગ્ન કરશે.પુષ્પા અભિનેત્રી રશ્મિકાએ વર્ષો પહેલા કન્નડ અભિનેતા રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી અને બંને એકસાથે ખૂબ જ ખુશ હતા પરંતુ અચાનક જ સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી.

8 / 8
સાઉથ ઈન્ડસ્ટ્રીથી બોલિવુડમાં પગ રાખનારી અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાના લુકની સાથે ટેટુને લઈને પણ ચર્ચામાં રહે છે.રશ્મિકાએ તેના જમણા હાથના કાંડા પર ટેટૂ બનાવ્યું છે. તેણે આ ટેટૂ વર્ષ 2018માં કરાવ્યું હતું. તેમાં લખેલું છે (Irreplaceable) એટલે કે સ્થિર વ્યક્તિત્વ અથવા જે ક્યારેય બદલી શકાતું નથી

Published On - 4:36 pm, Mon, 11 December 23