
નીતિ ટેલરનો જન્મ 8 નવેમ્બર 1994ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન શોમાં દેખાય છે. તે કૈસી યે યારિયાં,ગુલામ અને ઇશ્કબાઝમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.

નીતિ ટેલરનો જન્મ દિલ્હીમાં કોલકાતાના એક ગુજરાતી પિતા અને બંગાળી ખ્રિસ્તી માતાને ત્યાં થયો હતો. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, નીતિ ટેલર બિગ બોસમાં એન્ટ્રી કરશે.

15 વર્ષની ઉંમરે, ટેલરે 2009માં પ્યાર કા બંધન સાથે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું. તેને સફળતા એમટીવી ઇન્ડિયાના કૈસી યે યારિયાંમાં પાર્થ સમથાન સામે નંદિની મૂર્તિની ભૂમિકા દ્વારા મળી હતી.

2016માં તેણી સિદ્ધાર્થ ગુપ્તા સામે મ્યુઝિક વિડીયો "પરિંદે કા પાગલપન" માં જોવા મળી. 2017માં તે ક્રાઈમ થ્રિલર ગુલામમાં પરમ સિંહ સામે શિવાનીનું પાત્ર ભજવ્યું હતુ.

2019માં, ટેલરે ઇશ્કબાઝમાં મન્નત કૌર ખુરાનાનું પાત્ર ભજવ્યું.તે જ વર્ષે તેણી પંજાબી ભાષાના મ્યુઝિક વિડીયો "કેપ્પુચીનો" માં જોવા મળી. 2022માં, તેણીએ ઝલક દિખલા જા 10માં ભાગ લીધો અને કોરિયોગ્રાફર આકાશ થાપા સાથે જોડી બનાવી. તેઓ સેમિ-ફાઇનલ સપ્તાહના અંતે બહાર થઈ ગયા હતા.

2023માં નીતિ ટેલરે સોની ટીવીના બડે અચ્છે લગતે હૈં 2માં રણદીપ રાયની સામે પ્રાચી કપૂરની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રીએ 13 ઓગસ્ટ 2019ના રોજ તેના બોયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે સગાઈ કરી. તેમણે એક વર્ષ પછી 13 ઓગસ્ટ 2020ના રોજ લગ્ન કર્યા હતા.

ડિસેમ્બર 2015માં, યુકે સ્થિત અખબાર ઈસ્ટર્ન આઈ દ્વારા 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં, તેને સૌથી વધુ સ્થાન આપવામાં આવ્યું હતું. 2016માં ઈસ્ટર્ન આઈ દ્વારા 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં ટેલર 12મા ક્રમે હતી.

ઈસ્ટર્ન આઈ દ્વારા 2018માં 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓના લિસ્ટમાં તે 10મા ક્રમે હતી. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક પણ છે.

થોડા સમય પહેલા નીતિ ટેલર એક રીયાલિટી શોમાં જોવા મળી હતી. આ દરમિયાન તેમણે તેના બોયફ્રેન્ડને લઈ અનેક ખુલાસા કર્યા હતા.

નીતિ ટેલરનો પરિવાર જુઓ
Published On - 7:12 am, Mon, 24 August 26