
આજે, અમે તમને એક એવી સુંદર અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ક્યારેય એક્ટિગ પસંદ ન હતી, છતાં તે ટોચની અભિનેત્રી બની. આજે, તેના ચાહકોની ખૂબ મોટી સંખ્યામાં છે અને તે લાખોની માલિક પણ છે.

પોતાની મહેનત અને પ્રતિભા દ્વારા તેમણે ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી બંનેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પોતાના પહેલા જ ટીવી શોથી ચાહકોને મોહિત કરનારી આ સુંદરી તેની સુંદરતાના કારણે ખુબ જ ચર્ચામાં છે

અભિનેત્રીએ 16 વર્ષની ઉંમરે ટીવી સીરિયલ "કહે ના કહે" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમમે અનેક લોકપ્રિય સીરિયલોમાં કામ કર્યું, પોતાની એક અનોખી ઓળખ સ્થાપિત કરી.

ક્રિસ્ટલના ગ્લેમરસ લુક અને શાનદાર અભિનય માટે હંમેશા ચર્ચા કરવામાં આવે છે. તેમને સાચી ઓળખ ટીવી સીરિયલ "એક હજારો મેં મેરી બહેના હૈ" થી મળી. તેમણે "ક્યા દિલ મેં હૈ," "કસ્તુરી," "કિસ દેશ મેં હૈ મેરા દિલ," અને "બાત હમારી પક્કી હૈ" સહિત અનેક શોમાં પણ જોવા મળી અને નોંધપાત્ર પ્રશંસા મેળવી છે.

તેમણે "એક નયી પહેચાન," "બ્રહ્મરાક્ષસ," અને "બેલન વાલી બહુ" માં પણ જોવા મળી છે. ટીવી શો ઉપરાંત, તેમણે વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે, અને ત્યાં પણ તેની સારી પ્રશંસા થઈ છે.

2018 માં, ક્રિસ્ટલ ડિસોઝા ALT બાલાજીની વેબ સિરીઝ "ફિતરત" માં જોવા મળી હતી.

ત્યારબાદ તેમણે 2021 ની ફિલ્મ "ચેહરે" માં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે અભિનય કર્યો હતો. તેના અભિનય ઉપરાંત તેની સ્ટાઈલ અને ગ્લેમરસ દેખાવ માટે પણ ચર્ચામાં રહે છે.

રસપ્રદ વાત એ છે કે, ક્રિસ્ટલને બાળપણમાં અભિનયમાં રસ નહોતો. તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ તેના નસીમાં બીજી જ યોજના હતી. ટીવી સિરિયલો જોઈને, તેને અભિનયમાં રસ પડ્યો અને તેને પોતાની કારકિર્દી બનાવી.

તેની સખત મહેનત દ્વારા, તેમણે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું અને એક સફળ અભિનેત્રી બની. તેના પ્રોફેશનલ લાઈફની સાથે, ક્રિસ્ટલે તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે,

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, વારંવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તેની કુલ સંપત્તિ કરોડોમાં છે, અને તે લક્ઝરી લાઈફ જીવે છે.ક્રિસ્ટલને વિદેશમાં ખરીદી કરવી ખૂબ ગમે છે અને સ્ટાઇલિશ કપડાં પસંદ કરે છે.