
દીક્ષાનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌમાં હેમ જોશી અને રશ્મિ જોશીની પુત્રી તરીકે થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. તેમણે અમદાવાદની એકલવ્ય સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો છે.

ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વખતે દીક્ષા નાટ્ય પ્રદર્શનમાં સામેલ થઈ હતી. તેણીએ 'ડ્રીમ ઓફ હરે સેન્ડલ' સહિત વિવિધ નાટ્ય નિર્માણમાં અભિનય કર્યો છે. આ નિર્માણ ગુજરાતના અમદાવાદમાં ઓરોબોરોસ આર્ટ હબ થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું.

2017માં અમિત બારોટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ શુભ આરંભથી દીક્ષાએ પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેણીએ તે જ વર્ષે અન્ય બે ફિલ્મો કરસનદાસ પે એન્ડ યુઝ તેની પ્રથમ સફળ અને હિટ ફિલ્મ હતી.

ત્યારબાદ આગામી પ્રોજેક્ટ મલ્હાર ઠાકર સાથે શરતો લાગુ હતો. આ ફિલ્મ પણ હિટ રહી. 2018માં શરતો લાગુમાં તેની ભૂમિકા માટે GIFA શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. 2020માં દીક્ષાને ધુનકી માટે ક્રિટિક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

દીક્ષાએ દુર્ગેશ તન્ના દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ ની લવ સ્ટોરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે 2020માં પણ રિલીઝ થઈ હતી.તેમણે દિવ્યાંગ ઠક્કર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

બોલિવુડમાં ડેબ્યૂ કરતી વખતે, દીક્ષા જોશીએ કોર્ટરૂમ ડ્રામા '376 D' માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ એક કાલ્પનિક કાયદા પર પ્રકાશ પાડે છે અને એક આકર્ષક કેસની આસપાસ છે.

. 2022માં દીક્ષા 'જયેશભાઈ જોરદાર' નામની કોમેડી-ડ્રામા ફિલ્મમાં પ્રીતિ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે પ્રીતિના ભાઈ જયેશ પટેલ ઉર્ફે જયેશભાઈ જોરદાર તરીકે અભિનય કર્યો હતો.

દીક્ષા એનિમલ લવર્સ છે. તેની પાસે બે પાલતુ બિલાડીઓ છે, પોનિયો અને મ્યો છે. અભિનેત્રીને પુસ્તકો વાંચવા પણ ખુબ પસંદ છે.