
અશનૂર કૌરનો જન્મ 3 મે 2004ના રોજ થયો હતો. 2019માં અશનૂર કૌરે તેની ધોરણ 10 સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં 93% ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ 2021માં તેની ધોરણ 12ની પરીક્ષામાં 94% ગુણ મેળવ્યા હતા.

અશનૂર કૌરે પાંચ વર્ષની ઉંમરે 2009ની સિરીયલ ઝાંસી કી રાનીમાં પ્રાચીની ભૂમિકા ભજવીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010માં તેણે સ્ટારપ્લસ પર સાથ નિભાના સાથિયામાં પન્નાનું પાત્ર ભજવ્યું હતું.

બાદમાં તેમણે ટેલિવિઝન સિરીયલ ના બોલે તુમ ના મૈને કુછ કહા અને ના બોલે તુમ ના મૈને કુછ કહા 2 માં નાવિકા વ્યાસ ભટનાગરની ભૂમિકા ભજવી હતી. અશનૂર કૌર હાલમાં ભારતીય રિયાલિટી શો, બિગ બોસ 19માં સ્પર્ધક છે.

અભિનેત્રી ના બોલે તુમ ના મૈને કુછ કહામાં નાવિકા વ્યાસ ભટનાગર, યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરા સિંઘાનિયા, પટિયાલા બેબ્સમાં મીની બબીતા અને સુમન ઇન્દોરીમાં સુમન શર્મા મિત્તલની ભૂમિકા માટે જાણીતી છે.

ત્યારબાદ તેમણે બડે અચ્છે લગતે હૈંમાં યુવાન માયરા કપૂરની ભૂમિકા ભજવી, સીઆઈડીમાં પણ જોવા મળી હતી, દેવોં કે દેવ...મહાદેવમાં અશોક સુંદરીની ભૂમિકા ભજવી હતી.

અશનૂર કૌર અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્ઝિયાંમાં તાપસી પન્નુની બહેન તરીકે જોવા મળી હતી. 2018 થી 2020 સુધી, તેમણે સોની ટીવીના પટિયાલા બેબ્સમાં મીની બબીતા/ખુરાનાનું પાત્ર ભજવ્યું હતું, ત્યારબાદ તેમણે બ્રેક લીધો હતો.

સોશિયલ મીડિયા પર અશનૂર કૌરની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. ઇન્સ્ટાગ્રામ પર અશનૂર કૌરના મિલિયન ફોલોઅર્સ છે. આ અભિનેત્રી ઘણીવાર પોતાના તેમજ પરિવાર અને મિત્રો સાથે ફોટા શેર કરતી જોવા મળે છે.

અશનૂર કૌરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાની માલિક છે.

જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે તે 'બિગ બોસ 19' માં ટીવી જગતમાં જે રીતે ધૂમ મચાવી છે, તે રીતે પોતાની છાપ છોડી શકશે કે નહીં.