
ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા પણ ખુંબ સુંદર છે. શ્રીમા અને આદિત્યને બે પુત્રો છે, શિવાંશ રાય અને વિહાન રાય જેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોવા મળે છે. તેના ભત્રીજા તેને ગુલુ મામી કહીને બોલાવે છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ફિલ્મ 'ગુરુ' દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આ પહેલા બંનેએ 'કુછ ના કહો' અને 'ઉમરાવ જાન' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આજે ઐશ્વર્યા રાય માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના લુક અને તેની પર્સનલ-પ્રોફેશનલ લાઈફ માટે હેડલાઈનમાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ હોવા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન કરોડોની સંપત્તિની માલિક પણ છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વર્ષ 2007માં એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા, તેમના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. આ સ્ટાર કપલે 20 એપ્રિલે એકબીજા સાથે સાત ફેરા લીધા હતા.

લગ્નના લગભગ 4 વર્ષ પછી ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો. ઐશ્વર્યા રાય બચ્ચન અને પતિ અભિષેકે 2011 માં તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું. તે તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતી નથી. આજે દરેક જગ્યાએ ઐશ્વર્યા અને અભિષેક તેમની પુત્રી આરાધ્યાની કાળજી લેતા જોવા મળે છે. તેમની પુત્રી ખુબ ક્યુટ પણ છે,
Published On - 9:15 am, Wed, 1 November 23