
સતીશ શાહ પહેલી નજરમાં જ મધુ સાથે પ્રેમમાં પડી ગયા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ લગ્નનો તેમનો રસ્તો સરળ નહોતો. જ્યારે સતીશે તેને પ્રપોઝ કર્યું, ત્યારે તેમણે ના પાડી. જોકે, સતીશ શાંત રહ્યો નહી અને થોડા દિવસો પછી તેણે ફરીથી પ્રપોઝ કર્યું, પરંતુ મધુએ ફરી એકવાર તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો.

બે વાર પોતાનો પ્રસ્તાવ નકારવામાં આવ્યા પછી સતીશ શાહ ખૂબ જ દુઃખી થયા, પરંતુ તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો. આ પછી, સતીશ શાહે ત્રીજી વખત મધુને પ્રપોઝ કર્યું. આ વખતે, મધુએ તેને તેના માતાપિતાને મળવા કહ્યું, કારણ કે તે તેમની પરવાનગી પછી જ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી.

ત્યારબાદ સતીશે મધુના માતાપિતાને મનાવી લીધા. જોકે, આ સરળ નહોતું, કારણ કે સતીશને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અંતે, સતીશે મધુના માતાપિતાને મનાવી લીધા. બંનેની એક મહિનામાં સગાઈ થઈ ગઈ. સગાઈના આઠ મહિના પછી, સતીશે મધુ સાથે લગ્ન કર્યા.

સતીશ શાહે 1974માં ડિઝાઇનર મધુ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ પહેલી વાર સિપ્તા ફિલ્મ ફેસ્ટિવલમાં મધુને મળ્યા હતા અને તેના પ્રેમમાં પડ્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ લાઈમલાઈટથી દૂર ખાનગી જીવન જીવતા હતા.

સતીશ રવિલાલ શાહ એક ભારતીય અભિનેતા હતા, જે જાને ભી દો યારો (1983), યે જો હૈ જિંદગી (1984), મૈં હૂં ના (2004), કલ હો ના હો (2003), ફના (2006), અને ઓમ શાંતિ ઓમ (2007) અને કલ્ટ ટેલિવિઝન શો સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા હતા.

2008માં, તેમણે અર્ચના પૂરણ સિંહ સાથે કોમેડી સર્કસમાં સહ-જજ તરીકે કામ કર્યું હતુ. 2015માં, તેમને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) સોસાયટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સતીશ શાહની કુલ સંપત્તિ આશરે ₹5.5 કરોડ છે.એક સીરિયલમાં, તે 55 પાત્રોમાં જોવા મળ્યા અને તેના પરાક્રમથી તેમણે બધાને દંગ કરી દીધા.સતીશની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ‘ભગવાન પરશુરામ’થી થઈ હતી. ત્યાર બાદ તે રેખાની ફિલ્મ ‘ઉમરાવ જાન’માં જોવા મળ્યો હતો.

સતીશ શાહ 'ફના', 'હમ સાથ સાથ હૈ', 'કલ હો ના હો', 'કરણ અર્જુન', 'હમ આપકે હૈ કૌન' અને 'અર્ધ સત્ય' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Published On - 5:02 pm, Sun, 26 October 25