
મોટા પડદા જ નહીં, નાના પડદા પણ તેમની પ્રતિભા સુંદર છે. 'પંચાયત' ઉપરાંત, તેઓ અનેક વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા છે. રઘુબીર એક મહાન અભિનેતા છે તેમને રાતોરાત ખ્યાતિ મળી નહીં, તેમણે સફળતા મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેમની પર્સનલ લાઈફ સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.

પહેલા લગ્નમાં તિરાડ પડી ભૂતપૂર્વ પત્નીએ આરોપો લગાવ્યા, તેમણે જે સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા તે અનુભવી અભિનેતા સંજય મિશ્રાની પત્ની છે. આજે રધુબીર વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

રઘુબીર યાદવનું નિકનેમ નામ મુંગેરીલાલ છે. તેમનો જન્મ 25 જૂન 1957ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ બાળપણથી જ અભિનય કરવા માંગતા હતા. શાળાનો અભ્યાસ કર્યા પછી, જ્યારે તેઓ 11મા ધોરણમાં હતા, ત્યારે તેઓ ઘરેથી ભાગી ગયા અને 1967 માં થિયેટરમાં જોડાયા અને 1973 સુધી ત્યાં કામ કર્યું હતુ.

ત્યારબાદ તેમણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. તેમણે થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી. 'મસી સાહિબ' તેમની પહેલી ફિલ્મ હતી, જે 1985માં રિલીઝ થઈ હતી.

'મુંગેરીલાલ કે હસીન સપને' અને 'ચાચા ચૌધરી' સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા રઘુબીર યાદવની મુલાકાત NSDમાં જ પૂર્ણિમા ખરગા સાથે થઈ હતી. તેમણે 1988માં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જેનું નામ અચલ છે. અચલ હવે સંગીતકાર છે.

રઘુબીર અને પૂર્ણિમા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. 1996માં બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા લીધા પછી રઘુબીર તેની ગર્લફ્રેન્ડ રોશની અચરેજા સાથે રહેવા લાગી એવી ચર્ચાઓ થઈ હતી.

રઘુબીરની પત્નીના ભરણપોષણના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને બે દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. બાદમાં બાકી રકમ ચૂકવીને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

રઘુબીરની બીજી પત્ની, રોશની અચરેજા, 1990ના દાયકામાં ટીવી સિરિયલ 'બનેગી અપની બાત' માં રીતુની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બની હતી. તેમને અને રઘુબીરને અબીર નામનો એક પુત્ર છે.

પંચાયતની પહેલી ત્રણ સીઝનમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોઈ સ્ટોરી કોઈ પણ અપશબ્દો વગર, ગ્લેમર કે મોટા ટ્વિસ્ટ વિના પણ લાખો લોકોના દિલ જીતી શકે છે. પરંતુ, હવે તે સીઝન 4 જોઈને પણ ચાહકો ખુશ છે.

છેલ્લી 3 સીઝનની જેમ, 'પંચાયત 4' પણ તેની સાદગી અને પાત્રોથી મનમોહક છે. બધા પાત્રોનો અભિનય હંમેશની જેમ અદ્ભુત છે, અને ગામનું વાતાવરણ રિયલ લાગે છે.