
મોહનલાલે તેમના કરિયરમાં 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે તેમના મિત્રો થિરાનોત્તમ સાથે મળીને એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે છઠ્ઠા ધોરણમાં જ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

21 મે 1960ના રોજ પઠાણમથિટ્ટાના એલાંથુર ગામમાં વિશ્વનાથન નાયર અને સંથાકુમારીના ઘરે મોહનલાલ વિશ્વનાથનનો જન્મ થયો હતો. બે બાળકોમાં સૌથી નાના હોવાથી, તેમનો ઉછેર તિરુવનંતપુરમમાં થયો હતો

મોહનલાલના પિતા કેરળ સરકારમાં કામ કરતા હતા અને લૉ સેક્રેટરી હતા, જ્યારે તેમની માતા ગૃહિણી હતી.

મોહનલાલની લવસ્ટોરી ખુબ ફિલ્મી છે. તેમણે સુચિત્રા નામની એક ફેન સાથે 28 એપ્રિલ 1998ના રોજ લગ્ન કર્યા હતા.આજે આ કપલ 2 બાળકોના માતા-પિતા છે એક દીકરો અને એક દીકરી છે.

મોહનલાલે તેમનું શાળાકીય શિક્ષણ તિરુવનંતપુરમમાં જ પૂર્ણ કર્યું હતું. મોહનલાલે ધોરણ 6માં 90 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી. આટલી નાની ઉંમરે આટલી મુશ્કેલ ભૂમિકા ભજવીને, મોહનલાલે બધાને આશ્ચર્યચકિત કર્યા જ નહીં પરંતુ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ જીત્યો.

મોહનલાલે પ્રોફેશનલ કુસ્તીમાં પ્રવેશ કર્યો અને 1977 થી 1978 સુધી રેસલિંગમાં ચેમ્પિયન રહ્યા હતા. મોહનલાલની પહેલી ફિલ્મ 'મંજિલ વિરિંજ પૂક્કલ' હતી, જે 1980 માં આવી હતી.

ફાઝિલ દ્વારા દિગ્દર્શિત, મોહનલાલને આ ફિલ્મમાં ખૂબ જ પ્રશંસા મળી હતી. તેમના ડેબ્યૂ પછી, તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમણે મલયાલમ, તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

1986નુંએ વર્ષ હતું જ્યારે મોહનલાલનો જાદુ સમગ્ર ભારતમાં છવાઈ ગયો હતો. એ સમય હતો જ્યારે દર 15 દિવસે તેમની એક નવી ફિલ્મ સિનેમાઘરોમાં આવતી હતી. એ જ વર્ષે તેમણે 34 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી 25 ફિલ્મો બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ. આ રેકોર્ડ આજે પણ અતૂટ છે.

મોહનલાલને પાંચ નેશનલ ફિલ્મ પુરસ્કારો મળ્યા છે, જે કોઈપણ અભિનેતા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમને "કિરીદમ," "ભારતમ," "વનપ્રસ્થમ," "જનતા ગેરાજ," અને "મુન્થિર્વલ્લીકલ" જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યા હતા.

આટલું જ નહી તેમને ભારત સરકારે 2001માં પદ્મ શ્રી અને 2019માં પદ્મ ભૂષણષી સન્માનિત કરવામાં આવ્યા હતા

ભારતીય સેનાએ પણ મોહનલાલને ઓનરેરી લેફિટનેટ્ કર્નલના પદને લઈ તેમને સલામી આપી હતી. જે કોઈ પણ અભિનેતા માટે ગૌરવની વાત છે.

મોહનલાલ અભિનેતા હોવાની સાથે-સાથે સિંગર,પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ડિસ્ટ્રિબ્યુટર પણ છે.

મોહનલાલ એક ફિલ્મ માટે 4-5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.