
કુણાલ ખેમુએ મુંબઈની મીરા રોડ સ્થિત એન. એલ. દાલમિયા હાઇ સ્કૂલમાંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને પછીથી વધુ અભ્યાસ માટે વિલે પાર્લે સ્થિત નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. હવે તેઓ ખારમાં રહે છે.

તેમના દાદા મોતીલાલ ખેમુ એક કાશ્મીરી નાટ્યકાર હતા, અને કાશ્મીરી સાહિત્યમાં યોગદાન માટે ૧૯૮૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પ્રાપ્તકર્તા હતા.

તેમના દાદા મોતીલાલ ખેમુ એક કાશ્મીરી નાટ્યકાર હતા, અને કાશ્મીરી સાહિત્યમાં યોગદાન માટે ૧૯૮૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પ્રાપ્તકર્તા હતા.

કુણાલ ખેમુએ વેદ રાહી દ્વારા દિગ્દર્શિત દૂરદર્શન ટીવી સીરિયલ ગુલ ગુલશન ગુલફામ (1987) માં દેખાતા બાળ કલાકાર તરીકે તેની શરૂઆત કરી હતી. તેણે મહેશ ભટ્ટની ફિલ્મ (1993) થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

અભિનેતાએ રાજા હિન્દુસ્તાની, ઝખ્મ, ભાઈ, હમ હૈ રાહી પ્યાર કે, અને દુશ્મન સહિતની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો.તેમણે 2005માં આવેલી ફિલ્મ કલયુગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનું દિગ્દર્શન મોહિત સુરી દ્વારા કરવામાં આવ્યું હતું. કલયુગ પોર્નોગ્રાફી ઉદ્યોગ પર આધારિત હતી.

2007માં, તેમની પહેલી રિલીઝ મધુર ભંડારકરની ટ્રાફિક સિગ્નલ હતી, 2007માં તેમની બીજી ફિલ્મ ઢોલ હતી જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2008માં, તેમની એકમાત્ર ફિલ્મ, સુપરસ્ટારમાં તેમણે ડબલ રોલ કર્યો હતો.

2009માં, તેમણે ઢુંઢતે રહે જાઓગે અને જય વીરુમાં અભિનય કર્યો હતો. 2009માં, તેઓ કોમિક-થ્રિલર 99માં જોવા મળ્યો હતો. 2010માં ગોલમાલ 3માં પણ જોવા મળ્યો હતો. 2012માં, તેઓ મુકેશ ભટ્ટની ફિલ્મ બ્લડ મની માં દેખાયા, જેમાં તેમણે કુણાલ કદમ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી,

10 મે 2013ના રોજ રિલીઝ થયેલી ઝોમ્બી કોમેડી ફિલ્મ "ગો ગોવા ગોન" માં સહ-અભિનય કર્યો હતો. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

2015માં, બે વર્ષથી વધુ સમયના બ્રેક પછી દિગ્દર્શક તરીકે હાથ અજમાવ્યો હતો.

બોલિવુડ અભિનેતા ક્રૃણાલ ખેમુએ અભિનેત્રી સોહા અલી ખાન સાથે જુલાઈ 2014માં સગાઈ કરી અને 25 જાન્યુઆરી 2015ના રોજ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં સોહાના પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે, ક્રૃણાલ ખેમુ પટૌડી પરિવારનો જમાઈ છે. 29 સપ્ટેમ્બર 2017ના રોજ દંપતીએ પુત્રી ઇનાયા નૌમી ખેમુનું સ્વાગત કર્યું હતુ.