
જીતેન્દ્ર કુમાર એક ભારતીય અભિનેતા છે. તેઓ ટીવીએફ પિચર્સમાં જીતુ, કોટા ફેક્ટરી સિરીઝમાં જીતુ ભૈયા અને એમેઝોન પ્રાઇમની કોમેડી વેબ સિરીઝ પંચાયત અને શુભ મંગલ ઝ્યાદા સાવધાન ફિલ્મમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમને બે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.

'પંચાયત 4' સિરીઝના ફેમ અભિનેતા જીતેન્દ્ર કુમાર તગડી ફી લે છે. રિપોર્ટ અનુસાર પૈસા અને મોટું નામ કમાઈને, જીતેન્દ્ર કુમારની આજે કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે.

જીતેન્દ્ર કુમારનો જન્મ રાજસ્થાનના ખૈરથલમાં થયો હતો. તેમના પિતા સિવિલ એન્જિનિયર છે અને જીતેન્દ્રએ તેમના પગલે ચાલીને IIT ખડગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

જોકે, એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવાને બદલે, જીતેન્દ્રએ અભિનય પસંદ કર્યો અને પોતાની મહેનતથી આજે તેમણે પોતાનું મોટું નામ કમાવ્યું છે. ચાહકો તેમને અને તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે.

જીતેન્દ્ર કુમારના એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન, તે ટીવીએફના ક્રિએટિવ ડિરેક્ટર બિસ્વપતિ સરકારને મળ્યો, જેમણે તેના જીવનની દિશા બદલી નાખી.

જીતેન્દ્રએ વર્ષ 2007માં ફિલ્મ 'અ વેડનેસડે'માં એક નાનકડી ભૂમિકા ભજવીને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પાત્ર એક ટેક્સી ડ્રાઇવરનું હતું,પરંતુ સફળતા ન મળી, તેમ છતાં, જીતેન્દ્રએ પોતાની મહેનત ચાલુ રાખી અને વર્ષ 2019માં, તેમણે 'કોટા ફેક્ટરી' સિરીઝમાં જીતુ ભૈયાનું પાત્ર ભજવીને ચાહકોના દિલ જીતી લીધા.

2020માં, તેઓ 'પંચાયત સીઝન 1' માં સચિવ તરીકે જોવા મળ્યો અને પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.તેમણે અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.

એક રિપોર્ટ મુજબ જીતેન્દ્ર કુમારે પંચાયતની ચોથી સીઝન માટે મોટી ફી લીધી છે. તેઓ એક એપિસોડ માટે કુલ 70,000 રૂપિયા ફી લીધી છે.

આખી સિઝનમાં લાખો રુપિયા કમાયા છે.તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે.

મુંબઈમાં તેમનું પોતાનું આલીશાન ઘર છે. તેમની પાસે અનેક લગ્ઝરી ગાડીઓ પણ છે.જ્યારે પંચાયત 1 આવી ત્યારે કોઈને ખ્યાલ પણ ન હતો કે, આ સીરિઝ આટલી સુપરહિટ જશે.