
દુલ્કર સલમાનનો જન્મ 28 જુલાઈ 1983 ના રોજ કેરળના કોચીમાં થયો હતો. હાલમાં, તે 41 વર્ષનો છે. તેના ચાહકો તેને પ્રેમથી DQ અને Kunjikka પણ કહે છે.

સલમાનનો જન્મ મામૂટી અને સુલ્ફથ કુટ્ટીના ઘરે થયો છે. ત્યાં. દુલ્કર સલમાનને એક મોટી બહેન સુરુમી છે. દુલ્કર સલમાનની પત્નીનું નામ અમલ સુફિયા છે.દુલ્કરે ખુલાસો કર્યો હતો કે, તે અને અમલ એક જ શાળામાં ભણતા હતા.

દુલ્કર સલમાન અભિનેતા મામૂટીનો નાનો દીકરો છે. તેણે વિદેશમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે દુબઈમાં એક આઈટી ફર્મમાં કામ કરવાનું શરૂ કર્યું.

થોડા જ સમયમાં તેને નોકરી કંટાળાજનક લાગવા લાગી. તેણે નોકરી છોડીને અભિનયમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને મુંબઈના બેરી જોન એક્ટિંગ સ્ટુડિયોમાં ત્રણ મહિનાનો અભિનયનો કોર્સ પણ કર્યો હતો.

દુલ્કર સલમાને અભ્યાસ કોચીની ટોક-એચ પબ્લિક સ્કૂલમાં કર્યો હતો અને બાદમાં માધ્યમિક શિક્ષણ માટે ચેન્નાઈની શિષ્ય સ્કૂલમાં કર્યો. દુલ્કર સલમાને પરડ્યુ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

દુલકર સલમાને મલયાલમ, તેલુગૂ અને તમિલ સિવાય બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

વર્ષ 2012માં સેકન્ડ શો ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યા બાદ તેમણે ઉસ્તાદ હોટલ,એબીસીડી, સીતા રામમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે,તેમણે ફિલ્મ કારવાંથી બોલિવૂડમાં પણ ડેબ્યૂ કર્યું છે.

અભિનેતાના પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેમણે 22 ડિસેમ્બર 2011 ના રોજ અમલ સુફિયા સાથે લગ્ન કર્યા હતા. અમલ એક આર્કિટેક્ટ છે. બંને 5 મે 2017 ના રોજ એક પુત્રીના માતા-પિતા બન્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ દુલ્કર સલમાનની કુલ સંપત્તિ લગભગ 57 કરોડ રૂપિયા છે.

કોચીમાં તેમનો એક વિલા છે જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.તેમની પાસે BMW 7 સિરીઝથી લઈને ફેરારી સુધીની ઘણી લક્ઝરી કાર છે, જેની કિંમત કરોડો રૂપિયા છે.

દુલ્કર સલમાન, જે પહેલા 9-5 ની નોકરી કરતો હતો, આજે એક ફિલ્મ માટે લાખો રૂપિયા ફી લે છે અને કરોડોની મિલકતનો માલિક છે. અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ લગભગ 57 કરોડ છે.
Published On - 7:20 am, Wed, 30 July 25