
દિવ્યેન્દુ શર્મા મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાની ભૂમિકા માટે જાણીતા છે. આજે અમે તમને મુન્ના ભૈયા અને તેમની રિયલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવીશું.આ સીરિઝમાં તે એક ખતરનાક ગેંગસ્ટરના પુત્રની ભૂમિકા ભજવે છે,

દિવ્યેન્દુ શર્માનો પરિવાર અને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે જાણો

દિવ્યેન્દુ જ્યારે બોલીવુડ માટે મુંબઈ આવ્યો ત્યારે તેમના માટે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો માર્ગ સરળ નહોતો. તેમને ફિલ્મોમાં આવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, અને ફિલ્મી બ્રેકગ્રાઉન્ડના અભાવે પણ તેમના માટે ભૂમિકાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી.

દિવ્યેન્દુ શર્મા એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને વેબસીરિઝમાં કામ કરે છે. તેમણે કોમેડી પ્યાર કા પંચનામામાં ભૂમિકા ભજવી હતી, જેમાં તેમને શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ માટે સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો,

ત્યારબાદ તેમણે ચશ્મે બદ્દૂર અને ટોયલેટ: એક પ્રેમ કથા ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી. તેમણે વેબ સિરીઝ મિર્ઝાપુર અને ધ રેલ્વે મેન જેવા સ્ટ્રીમિંગમાં તેમની ભૂમિકાઓ માટે વધુ ધ્યાન ખેંચ્યું હતુ.

દિવ્યેન્દુનો જન્મ 19 જૂન 1983ના રોજ દિલ્હીમાં થયો હતો. તે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયો છે. તેમને દિલ્હીમાં ત્રણ વર્ષનો થિયેટરનો અનુભવ છે,

ત્યારબાદ તેમણે પુણેના FTIIમાંથી અભિનયમાં બે વર્ષનો ડિપ્લોમા કર્યો છે. તેઓ અગાઉ વર્જિન મોબાઇલ, બિરલા સન લાઇફ અને ફિડેલિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી બ્રાન્ડ્સની ઘણી જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તેમના લગ્ન આકાંક્ષા શર્મા સાથે થયા છે

દિવ્યેન્દુ શર્માની પત્ની આકાંક્ષા દહિયા છે, જે વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે. તે મોટાભાગે ફિલ્મ ઉદ્યોગથી દૂર રહી છે.આ કપલ પહેલી વાર દિલ્હીની કિરોરીમલ કોલેજમાં મળ્યા હતા.અભિનેતાએ આ જ કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનની ડિગ્રી મેળવી હતી.

2019માં, દિવ્યેન્દુએ અંકશાસ્ત્ર અને ભારત જેવા દેશમાં અનેક જાતિગત વિભાજન દૂર કરવા મહત્વપૂર્ણ હોવાનું માનીને પોતાની અટક છોડી દીધી હતી. જોકે, તેમના સત્તાવાર ડોક્યુમેન્ટમાં તેમના પૂરા નામનો ઉપયોગ કરે છે.

પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના પાત્રથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા દિવ્યેન્દુ હવે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

જાણીતા બોલિવૂડ અભિનેતાની ફેન ફોલોઇંગમાં દરરોજ વધારો થઈ રહ્યો છે.

અભિનેતા કોઈ બિગ બજેટની ફિલ્મથી નહી પરંતુ વેબ સીરિઝથી નામ કમાયો છે.

દિવ્યેન્દુ શર્માની પત્ની આકાંક્ષા શર્મા તે લાઈમલાઈટથી દૂર રહે છે. તેના પતિ દિવ્યેન્દુ શર્માના સ્ટારડમ છતાં, તે સ્ક્રીન અને અભિનયથી દૂર રહે છે. જોકે, તેની સ્ટાઇલ કોઈપણ બોલિવૂડ અભિનેત્રી કરતા ઓછી ગ્લેમરસ નથી.