
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલના પરિવારમાં તેના 2 બાળકો અને પત્નીનો સમાવેશ થાય છે.

છઠ્ઠા ધોરણમાં મોહનલાલની પહેલી ભૂમિકા કમ્પ્યુટર બોય નામના સ્ટેજ નાટકમાં તેમણે નેવું વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી.1977 અને 1978 દરમિયાન તેઓ કેરળ રાજ્ય કુસ્તી ચેમ્પિયન બન્યા હતા.

મોહનલાલનું નામ તેમના મામા ગોપીનાથન નાયરે રાખ્યું હતું, જેમણે શરૂઆતમાં તેમનું નામ રોશનલાલ રાખવાનું નક્કી કર્યું અને પછી "મોહનલાલ" પસંદ કર્યું.

જોકે, તેમના પિતાએ તેમને તેમની અટક આપવાનું ટાળ્યું. તેમના પિતા મક્કમ હતા કે તેમણે તેમની જાતિનું નામ (નાયર) અટક તરીકે ન રાખવું જોઈએ મોહનલાલ માત્ર એક અભિનેતા જ નથી પણ એક સફળ ઉદ્યોગપતિ પણ છે.

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ 65 વર્ષના છે. તેઓ પ્રેમથી "લાલેટન" તરીકે જાણીતા છે. તેમણે 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને વિકિપીડિયા અનુસાર 1986 માં એક જ વર્ષમાં 25 હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવ્યો છે,

મોહનલાલે ફિલ્મ "મંજિલ વિરિંજા પૂક્કલ" (1980) થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હોવા છતાં, મોહનલાલે વિલનની ભૂમિકા ભજવી હતી.

તેમના અભિનયને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેમને વધુને વધુ વિલની ભૂમિકામાં ફિલ્મો મળવા લાગી. જોકે એક સાચો કલાકાર ક્યારેય એક જ ફ્રેમ સુધી સીમિત રહેતો નથી.

મોહનલાલની પ્રતિભા માત્ર ચાહકો પૂરતી મર્યાદિત નહોતી, તેમને પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા છે, જે કોઈપણ અભિનેતા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમને "કિરીડમ," "ભારતમ," "વનપ્રસ્થમ," "જનતા ગેરેજ," અને "મુન્થિર્વલ્લીકલ" જેવી ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા.

આટલું જ નહી પરંતુ ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2019માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતીય સેનાએ મોહનલાલને માનદ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપીને સન્માનિત કર્યા હતા, જે કોઈપણ અભિનેતા માટે એક વિશિષ્ટ સન્માન છે.

મોહનલાલની ઘણી ફિલ્મો હિન્દીમાં રીમેક કરવામાં આવી છે.

"મણિચિત્રથાઝુ" ને હિન્દીમાં "ભૂલ ભુલૈયા" તરીકે રીમેક કરવામાં આવી હતી, જ્યારે "બોઇંગ બોઇંગ" ને હિન્દીમાં "ગરમ મસાલા" તરીકે રીમેક કરવામાં આવી હતી.

અજય દેવગણની "દ્રશ્યમ" પણ મોહનલાલની સાઉથ ફિલ્મની હિન્દી રીમેક છે. અભિનેતા હોવા ઉપરાંત, મોહનલાલ એક સિંગર, નિર્માતા, દિગ્દર્શક અને ડિસ્ટ્રીબ્યુટર પણ છે. તે પ્રતિ ફિલ્મ 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મોહનલાલની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમણે સુચિત્રા નામના એક ચાહક સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે આ દંપતી એક પુત્ર અને એક પુત્રીના ગર્વિત માતાપિતા છે.

મોહનલાલની લાઈફસ્ટાઈલ કોઈ રાજા મહારાજાથી ઓછી નથી.

તેમની પાસે ઉટી અને દુબઈના બુર્જ ખલીફામાં ફ્લેટ છે. બુર્જ ખલીફામાં તેમનો એપાર્ટમેન્ટ 29મા માળે છે. તેમની પાસે છ લક્ઝરી કાર છે જેમાં મર્સિડીઝ-બેન્ઝ, BMW, જગુઆર અને રેન્જ રોવરનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહનલાલની કુલ સંપત્તિ આશરે 376 કરોડ છે. તેમની પાસે વર્લ્ડ તાઈકવૉન્ડો ફેડરેશન તરફથી બ્લેક બેલ્ટ પણ છે.