ગુજરાતી, હિન્દી, પંજાબી તેમજ હોલિવુડમાં કામ કરી ચૂક્યો છે કોમેડીનો કિંગ, 350થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

|

Jan 01, 2025 | 9:41 AM

ગોવર્ધન અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1940 રોજ થયો છે. જેઓ અસરાની નામથી લોકપ્રિય છે, તે એક ભારતીય અભિનેતા અને દિગ્દર્શક છે જેમની બોલિવૂડ કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી છે. તેણે 350 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તો જાણો અસરાનીના પરિવાર વિશે.

1 / 14
 અસરાનીએ ગુજરાતી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.અભિનય ઉપરાંત અસરાનીએ ઘણી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.અસરાનીનું પૂરું નામ ગોવર્ધન અસરાની છે.

2 / 14
આજે કોમેડિ કિંગ અસરાનીના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

3 / 14
અભિનેતાએ માત્ર હિન્દી ફિલ્મો જ નથી કરી. હોલિવૂડ ફિલ્મ 'કેજ' અને પંજાબીથી લઈને ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે. તો આજે આપણે અસરાનીના પરિવાર વિશે વાત કરીશું.

4 / 14
અસરાનીનો જન્મ જયપુરમાં મધ્યમવર્ગીય સિંધી પરિવારમાં થયો હતો. તેના પિતાએ કાર્પેટની દુકાન હતી. અભિનેતાને ચાર બહેનો અને ત્રણ ભાઈઓ છે, અસરાનીને ધંધામાં રસ ન હતો અને ગણિતમાં નબળો હતો. એટલે તેમણે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો.

5 / 14
અભિનેતાએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું અને રાજસ્થાન કોલેજ, જયપુરમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તેણે પોતાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે ઓલ ઈન્ડિયા રેડિયો, જયપુરમાં વોઈસ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતુ.

6 / 14
અસરાનીએ મુખ્ય ભૂમિકાઓ, પાત્ર ભૂમિકાઓ, હાસ્ય ભૂમિકાઓ અને સહાયક ભૂમિકાઓ ભજવી છે. તેમજ શોલેમાં જેલર તરીકેની તેમની ભૂમિકા અને 1972 અને 1991 વચ્ચે રાજેશ ખન્ના સાથે મુખ્ય ભૂમિકામાં 25 ફિલ્મોમાં કામ કર્યું છે.

7 / 14
અભિનેતાએ અભિનેત્રી મંજુ બંસલ સાથે લગ્ન કર્યા, જેમની સાથે આજ કી તાઝા ખબર અને નમક હરામ જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. તેઓએ લગ્ન કર્યા પછી સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

8 / 14
 1960 થી 1962 દરમિયાન સાહિત્યકાર કલાભાઈ ઠક્કર પાસેથી અભિનય શીખવાનું શરૂ કર્યું.1962માં તેઓ અભિનયની તકો મેળવવા મુંબઈ ગયા. 1963માં, કિશોર સાહુ અને હૃષિકેશ મુખર્જી સાથે મુલાકાતમાં તેમને અભિનય શીખવાની સલાહ આપી હતી.

9 / 14
1964માં અસરાની પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને 1966માં તેમનો કોર્સ પૂરો કર્યો. તેમને બોલિવુડ ફિલ્મોમાં પહેલો બ્રેક 1967માં ફિલ્મ હરે કાંચ કી ચૂડીયાંમાં અભિનેતા બિસ્વજીતના મિત્રની ભૂમિકા ભજવીને મળ્યો. ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં તેમણે અનેક લોકને પ્રભાવિત કર્યા હતા.

10 / 14
1967માં અભિનેત્રી વહીદા સાથે એક ગુજરાતી ફિલ્મ સાથે હીરો તરીકેનો તેમનો અભિનય કર્યો હતો. તેમણે 1967 થી 1969 દરમિયાન ગુજરાતીમાં મુખ્યત્વે અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે અન્ય ચાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

11 / 14
1971 થી તેને ફિલ્મોમાં કોમેડિયન કલાકાર તરીકે ઓફર મળવા લાગી. 1970ના દાયકામાં તેમની માંગ ખુબ હતી કારણ કે તેઓ 1970 થી 1979 સુધી 101 ફિલ્મોમાં કામ કર્યું હતું. અસરાનીએ બોલિવુડમાં ધ લાયન કિંગમાં ઝઝુ પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો હતો.

12 / 14
રાજેશ ખન્ના અને અસરાની સેટ પર મળ્યા હતા, તેઓ નમક હરામ પછી ગાઢ મિત્રો બની ગયા હતા, ત્યારબાદ કોમેડિયનની ભૂમિકા માટે ખન્નાએ નિર્માતાઓ અને દિગ્દર્શકો અસરાનીને તેમની ફિલ્મોનો ભાગ બનાવવાનો આગ્રહ કર્યો હતો. અસરાનીએ ખન્ના સાથે 1972 થી 1991 સુધી 25 ફિલ્મોમાં કામ કર્યું હતું.

13 / 14
તેમણે 1974માં આજ કી તાઝા ખબરમાં અને 1977માં બાલિકા બધુ માટે તેમના અભિનય માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.અસરાની ગુજરાતી ફિલ્મોથી લઈ બોલિવુડ ફિલ્મ તેમજ વેબ સિરીઝમાં પણ જોવા મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, અસરાની ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા અને બેસ્ટ પરફોર્મન્સ કોમેડિયન એવોર્ડ મળી ચૂક્યો છએ.

14 / 14
 અસરાની હવે અક્ષય કુમાર સાથે ભૂત બંગલા ફિલ્મમાં ધમાલ મચાવતા જોવા મળશે. ફરી એક વખત ચાહકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરશે.'ભૂત બંગલા'નું શૂટિંગ વર્ષ 2025માં શરૂ થશે અને તે જ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

Published On - 10:28 am, Sun, 10 November 24

Next Photo Gallery