
ગુજરાતીની લોકપ્રિય સિંગર કૈરવી બુચે અમદાવાદના MD પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયલિસ્ટ ડો. જયદિપ ચૌહાણ સાથે 14 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાય છે. સિંગરના લગ્નનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે.

લગ્ન બાદ ગુજરાતી સિંગર કૈરવી બુચે લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેના પર ગુજરાતી સ્ટાર તેમજ કૈરવીના ચાહકો તેમને લગ્ન જીવનની શુભકામના પણ પાઠવી રહ્યા છે. એક ફોટો બંન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

કૈરવી બુચ ત્રિશૂળાળી ભેળીયાળી, મારા ડાકોરના ઠાકોર, કોયલડી જેવા ગીતોમાં પોતાની અવાજ આપી ચૂકી છે. મલ્હાર ઠાકર અને પુજા, ત્યારબાદ આરોહી પટેલ અને તત્સત મુનશી બાદ ગુજરાતી સિંગર કૈરવી બુચે પ્રભુતામાં પગલા પાડ્યા છે.

લગ્નમાં સિંગરે સુંદર આઉટફિટ પંસદ કર્યું હતુ. ગુજરાતી પારંપારિક વિધિથી કૈરવી બુચ અને જયદીપ ચૌહાણે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.કૈરવી બુચના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.

ગુજરાતી ગાયિકા કૈરવી બુચ દુબઈમાં પ્રી નવરાત્રિમાં પર્ફોર્મ કરી ચૂકી છે.કૈરવી બુચ નવરાત્રી દરમિયાન વિદેશમાં ગુજરાતીઓને ગરબા રમાડવા માટે પહોંચી જાય છે.