ગુજરાતી અભિનેત્રીની ફિલ્મ બોલિવુડમાં મચાવી રહી છે ધમાલ, જાનકી બોડીવાલાનો આવો છે પરિવાર
જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદ ગુજરાતમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. તેમણે એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ અભ્યાસ કર્યો છે. તો ચાલો જોઈએ જાનકી બોડીવાલાનો પરિવાર
1 / 8
અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલે ગુજરાતી ફિલ્મથી કરી હતી કરિયરની શરુઆત,, આજે બોલિવુડમાં દિગ્ગજો સાથે કરી રહી છે કામ, આવો છે અભિનેત્રીનો પરિવાર
2 / 8
જાનકી બોડીવાલા એક ગુજરાતી અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેમણે છેલ્લો દિવસ (2015), તંબુરો (2017), , બહુ ના વિચાર (2019) અને વશ (2023) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
3 / 8
જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો હતો.તેમને એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ અમદાવાદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
4 / 8
તેમણે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)માં ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી સ્નાતક કર્યું હતું. મિસ ઈન્ડિયા 2019 માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઈન્ડિયા ગુજરાતની ટોચની 3 ફાઇનલિસ્ટમાં હતી.
5 / 8
બોડીવાલાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ, છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ચાહકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
6 / 8
2023માં વશમાં અભિનય કર્યો જે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને બોડીવાલાના અભિનયને ચાહકો દ્વારા વખાણવામાં આવ્યો હતો. 2024માં અજય દેવગન, જ્યોતિકા અને આર. માધવન સાથે વશની રીમેકમાં બોલિવૂડની શરૂઆત કરવા માટે તૈયાર છે, આ ફિલ્મમાં આર્યની ભૂમિકાને ફરીથી રજૂ કરતી જોવા મળશે.
7 / 8
જાનકી અનેક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી છે અને તેમની ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઈ છે. યશ સોની સાથે કૃષ્ણદેવ યાજ્ઞિકની નાડી દોષ (2022) માં જોવા મળી હતી.
8 / 8
અજય દેવગન અને જાનકીની ફિલ્મ શેતાન 8 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. આ હોરર ફિલ્મની ચાહકોને ખુબ પસંદ આવી છે.
Published On - 2:44 pm, Wed, 13 March 24