Ganesh Chaturthi Songs : ફિલ્મોમાં પણ ગણેશજીના ગીતોએ ધૂમ મચાવી છે, આજે પણ વિસર્જન સમયે વાગે છે આ ગીતો
Ganesh Chaturthi Songs : ગણેશ ચતુર્થી એ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો તહેવાર છે. દસ દિવસ સુધી ચાલનારા આ તહેવારને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે, જે અવરોધો દૂર કરનાર માનવામાં આવે છે. ગણેશજી સુખ અને સમૃદ્ધિના દેવતા છે.
1 / 7
Ganesh Chaturthi Songs : ઉત્સવનો પ્રસંગ હોય અને નૃત્ય-ગાન ન હોય તે શક્ય નથી. સંગીત અને નૃત્ય એ ભારતીય પરંપરાના અભિન્ન અંગ છે. તેમના વિના તમામ તહેવારો અધૂરા છે. લોકગીતોથી લઈને બોલીવુડના ગીતો સુધી દરેક તહેવારને ખાસ બનાવવામાં આવ્યા છે. ઘણી ફિલ્મોના ગીતો ગણેશ ઉત્સવનો અભિન્ન ભાગ બની ગયા છે. આજે આપણે એવા જ કેટલાક ગીતો વિશે જાણીશું જે આ તહેવારને વધુ આનંદમય બનાવી શકે છે. ચાલો સોન્ગનું લિસ્ટ જોઈએ...
2 / 7
દેવ શ્રી ગણેશ : રિતિક રોશનની ફિલ્મ 'અગ્નિપથ'નું ગીત 'દેવા શ્રી ગણેશ' ખૂબ જ દમદાર ગીત છે. ભગવાન ગણેશની ભક્તિને સમર્પિત આ ગીત અજય-અતુલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને અજય ગોગાવલે અને અતુલ ગોગાવલે એ ગાયું છે. ગણેશ ચતુર્થી પર સાંભળવા માટે આ એક સરસ ગીત છે.
3 / 7
મોરિયા રે : શાહરૂખ ખાનની ફિલ્મ 'ડોન'નું ગીત પરંપરાગત ભક્તિને આધુનિક અને ઉત્સાહિત વાતાવરણ સાથે જોડે છે. આ ગીત શંકર-એહસાન-લોય દ્વારા નિર્મિત છે અને શંકર મહાદેવને ગાયું છે. આ ગીત ઉત્સવના વાતાવરણમાં એકદમ ફિટ બેસે છે.
4 / 7
બાપ્પા : રિતેશ દેશમુખની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'બેન્જો'નું આ ગીત તમને ડાન્સ કરી દેશે. અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલ આ ગીત વિશાલ દદલાનીએ ગાયું છે.
5 / 7
સદ્દા દિલ વી તુ : 2013માં આવેલી ફિલ્મ 'ABCD 2'નું આ ગીત તમને નાચવા મજબૂર કરી દેશે. ગણેશ ઉત્સવ માટે આ એક સરસ ગીત છે. આ ગીત હાર્ડ કૌરે ગાયું છે અને સચિન જીગરે કમ્પોઝ કર્યું છે.
6 / 7
વિઘ્નહર્તા : 'લાસ્ટઃ ધ ફાઈનલ ટ્રુથ'નું આ ગીત પણ ખાસ છે. આ ગીત અજય ગોગાવલેએ ગાયું છે અને હિતેશ મોડકે કમ્પોઝ કર્યું છે. ગીતના બોલ વૈભવ જોષીએ લખ્યા છે.
7 / 7
ગજાનન : ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'નું ગીત 'ગજાનન' ગણેશ ઉત્સવ માટે વધુ સારી પસંદગી બની શકે છે. સુખવિન્દર સિંઘ દ્વારા ગાયું અને શ્રેયસ પુરાણિક દ્વારા રચિત આ ગીત ભવ્યતા અને ભક્તિનું મિશ્રણ છે.