
સાચા પ્રેમની વાત આવે ત્યારે ઉંમરનો તફાવત મહત્વનો નથી હોતો. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે કોઈ સંબંધ પરસ્પર પ્રેમ, સમજણ અને વિશ્વાસ પર બંધાયેલો હોય છે, ત્યારે કોઈ બાધા નડતી નથી.

આજે અમે તમને બોલિવુડના હીમેન ધર્મેન્દ્રના પરિવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો તેમજ તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્રના પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે થયા હતા. તો ડ્રિમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચે ઉંમરમાં કેટલો તફાવત છે. તેના વિશે જાણીએ.

ધર્મેન્દ્ર બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે. દરરોજ, તેમની ખુશખશાલ લાઈફ જીવવા માટે જાણીતા છે કે "ઉંમર માત્ર એક સંખ્યા છે." 89 વર્ષની ઉંમરે, ધર્મેન્દ્ર માત્ર હાર્ડકોર ફિટનેસ રૂટિન જ અનુસરતા નથી પરંતુ તેમના ચાહકોને એક્ટિવ રહેવા માટે પ્રેરણા પણ આપે છે.

જો ધર્મેન્દ્રની પર્સનલ લાઈફ વિશે આપણે વાત કરીએ તો. ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા છે. પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે અને બીજા લગ્ન હેમા માલિની સાથે. પહેલા લગ્નથી 4 બાળકો અને બીજા લગ્નથી 2 દીકરીઓ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની જોડી બોલિવુડની સૌથી ફેમસ જોડી માનવમાં આવે છે.

પરંતુ સૌથી આકર્ષક વાત તેમની વચ્ચેનો ઉંમરનો તફાવત હતો,ધર્મેન્દ્ર અને હેમા માલિની, જેઓ પ્રેમમાં પડ્યા હતા, તેમને કોઈ વાંધો નહોતો અને લગ્ન કરી લીધા. બંને સ્ટાર વચ્ચેનો ઉંમરનો તફાવત જોઈને, ઘણા લોકો વિચારે છે, આટલા ઉંમરના તફાવત સાથે પ્રેમ કેવી રીતે થાય છે? તો કેટલા વર્ષનો તફાવત હતો. જાણો

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે, પરંતુ આટલા તફાવત હોવા છતાં, તેમણે 1980માં લગ્ન કર્યા. આ કપલ હજુ પણ બોલીવુડના સૌથી પ્રિય કપલોમાંનું એક માનવામાં આવે છે.
Published On - 4:58 pm, Tue, 11 November 25