લોકડાઉનમાં મુલાકાત થઈ ,લગ્નના 4 વર્ષ બાદ છૂટાછેડાના સમાચાર વાયરલ થયા, આવો છે ધનશ્રી વર્માનો પરિવાર
ગત્ત વર્ષે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડા પછી હવે આ વર્ષ 2025 ની શરૂઆતમાં, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. તો ચાલો આજે આપણે ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ વિશે જાણીએ.
1 / 12
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ચહલ તેના મજાકિયા અંદાજ માટે જાણીતો છે, જ્યારે તેની પત્ની ડાન્સ માટે ફેમસ છે.
2 / 12
ધનશ્રી વર્માના પરિવાર વિશે જાણીએ. જે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે.
3 / 12
યુઝવેન્દ્ર અને ધનશ્રીના લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ચહલે ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના તમામ ફોટા ડિલીટ કરી દીધા છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. રિપોર્ટ અનુસાર બંને ટુંક સમયમાં અલગ થવા જઈ રહ્યા છે.
4 / 12
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ધનશ્રી રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળી ચૂકી છે. આ શોમાં ચહલ પણ ધનશ્રીને સપોર્ટ કરવા આવ્યો હતો. ધનશ્રી અનેક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ ચૂકી છે.
5 / 12
ધનશ્રી વર્માએ પોતાના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ બનાવી છે. તે અનેક મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચુકી છે. ક્રિકેટ જગતના ચાહકો સ્ટાર ડાન્સર અને કોરિયોગ્રાફરને યુઝવેન્દ્ર ચહલની પત્ની તરીકે ઓળખે છે.
6 / 12
ધનશ્રીનો જન્મ દુબઈમાં થયો હોવા છતાં તે મુંબઈમાં રહે છે. આ જ કારણ છે કે તેમનું શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં જ થયું હતું. જ્યારે ધનશ્રી નાની હતી ત્યારે તેનો પરિવાર દુબઈથી મુંબઈ આવી ગયો હતો.
7 / 12
ધનશ્રી વર્માનો જન્મ 27 સપ્ટેમ્બર, 1996ના રોજ દુબઈમાં થયો હતો. આ અભિનેત્રી વિશે બહુ ઓછા લોકો જાણે છે કે ધનશ્રી વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેણે 2014માં મુંબઈની ડીવાય પાટીલ કોલેજમાંથી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો,
8 / 12
તેમણે પદ્મશ્રી ડૉ. ડી.વાય. પાટીલ ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલમાંથી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે મુંબઈ સ્થિત ડેન્ટલ કેર હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.
9 / 12
પરંતુ ડાન્સ હંમેશા તેનો પહેલો પ્રેમ હતો. ડાન્સ પ્રત્યેના તેના શોખને પગલે, ધનશ્રીએ યુટ્યુબ પર એક ચેનલ બનાવી અને ડાન્સ વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું.
10 / 12
આજે અભિનેત્રી યુટ્યુબનો ફેમસ ચહેરો છે. ધનશ્રીના તેની યુટ્યુબ ચેનલ પર લાખોમાં ફોલોઅર્સ છે. આજે આ અભિનેત્રી યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કોરિયોગ્રાફી દ્વારા ઘણી કમાણી કરે છે.
11 / 12
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની નેટવર્થની વાત કરીએ તો અંદાજે 45 કરોડ રુપિયા છે. તે ઈન્ડિયન ક્રિકેટ ટીમ સિવાય અન્ય લીગમાં પણ રમે છે.
12 / 12
ચહલ આઈપીએલમાંથી પણ સારી એવી કમાણી કરે છે. આ વર્ષ 2025માં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
Published On - 9:33 am, Tue, 7 January 25