
ચિત્રાંગદા સિંહ જે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે ક્રાઈમ ડ્રામા "હઝારોં ખ્વાઈશેં ઐસી" (2005) થી અભિનયની શરૂઆત કરી

અભિનેત્રીએ ક્રાઈમ થ્રિલર "યે સાલી જિંદગી" (2011), રોમેન્ટિક કોમેડી "દેસી બોય્ઝ" (2011) અને "આઈ, મી ઔર મૈં" (2013), ફાઇનાન્શિયલ થ્રિલર "બાઝાર" (2018), ક્રાઈમ થ્રિલર "બોબ બિશ્વાસ" (2021) અને રહસ્યમય થ્રિલર "ગેસલાઇટ" (2023) માં અભિનય કર્યો છે.તેમણે સ્પોર્ટ્સ ડ્રામા "સૂરમા" (2018) નું પણ નિર્માણ કર્યું છે અને "મોર્ડન લવ મુંબઈ" (2022) માં પણ જોવા મળી હતી.

ચિત્રાંગદાએ રિયાલિટી શો 'ડીઆઈડી લિટલ માસ્ટર્સ 4' ને જજ તરીકે પણ જોવા મળી ચૂકી છે. અત્યારસુધી ફિલ્મો સિવાય વેબ સિરીઝમાં પણ અભિનેત્રીના એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.

ચિત્રાંગદા સિંહનો જન્મ 30 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનો ઉછેર ત્યાં તેમજ રાજસ્થાનના કોટામાં થયો હતો, તેમના પિતા, કર્નલ નિરંજન સિંહ, ભૂતપૂર્વ ભારતીય સૈન્ય અધિકારી હતા. તેમના ભાઈ દિગ્વિજય સિંહ ચહલ ગોલ્ફર છે.

મેરઠમાં સોફિયા ગર્લ્સ સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા પછી, તેમણે નવી દિલ્હીની લેડી ઇરવિન કોલેજમાંથી સ્નાતક થઈ હતી.ચિત્રાંગદા સિંહ એક આર્મી પરિવારમાંથી આવે છે.

પાંચ વર્ષના લાંબા પ્રેમસંબંધ પછી અભિનેત્રીએ 2001માં ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર ઝોરાવર છે, જેનો જન્મ 2008માં થયો હતો. આ દંપતી 2013માં અલગ થઈ ગયું અને એપ્રિલ 2015માં ઔપચારિક રીતે છૂટાછેડા લીધા. તેમના પુત્રની કસ્ટડી ચિત્રાંગદા સિંહને આપવામાં આવી છે.

ચિત્રાંગદાને પુત્રની કસ્ટડી મળી અને તે સિંગલ માતા તરીકે બાળકનો ઉછેર કરી રહી છે.એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ચિત્રાંગદા અને જ્યોતિના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ તેમના એકબીજાથી દૂર રહેવાનું કહેવાય છે.

ચિત્રાંગદાએ તેની પહેલી ફિલ્મથી લઈને અત્યાર સુધી સુધીર મિશ્રા સાથે ઘણી ફિલ્મો કરી છે. એવું કહેવામાં આવે છે કે, સુધીર મિશ્રાએ તેમને સહાયક અભિનેત્રીમાંથી મુખ્ય અભિનેત્રી બનાવવામાં મોટો સહયોગ આપ્યો છે અને બંને વચ્ચેનો સબંધ ખૂબ જ ગાઢ રહ્યો છે.

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફુલના ટીઝરમાં 18 સ્ટાર્સની ઝલક બતાવવામાં આવી હતી.

2 જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું નિર્દેશન Tarun Mansukhan દ્વારા કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે.