
ઈનાયત વર્માએ 4 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતુ. નાની ઉંમરમાં અભિનેત્રી આજે મોટી અભિનેત્રીઓને ટકકર આપી રહી છે.

2019માં ઈનાયત એક કિચન ચેમ્પિયન ઈવેન્ટમાં જજના રુપમાં જોવા મળી હતી. પ્રથમ વખત ઈનાયત વર્મા રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં જોવા મળી હતી. ત્યારબાદ તેને ઓળખ મળી હતી.આ શોમાં ઈનાયત ફાઈનલિસ્ટમાંથી એક હતી. અભિનેત્રીને પ્રાઈઝમાં 1 લાખ રુપિયા મળ્યા હતા.

ઇનાયત નાની ઉંમરમાં રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કરમાં જોવા મળી હતી. ચાહકોને માસૂમની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી. આ ફિલ્મે વિશ્વભરમાં 223 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઇનાયતે આ રોમેન્ટિક કોમેડીમાં રણબીર કપૂરની ભત્રીજીની ભૂમિકા ભજવી હતી, જેમાં શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ હતા.

ઈનાયતના યુટ્યુબ પર 6.77K સબસ્ક્રાઈબર અને ઈન્સ્ટાગ્રામમાં 162K ફોલોઅર્સ છે. ચાહકોને ઈનાયત વર્માના વીડિયો ખુબ પસંદ આવે છે. રિપોર્ટ મુજબ ઈનાયત કુલ 13 કરોડની સંપત્તિની માલિક છે.