Ramayana : રામથી લઈ રાવણ સુધી, કેટલા કરોડની સંપત્તિના માલિક છે નિતેશ તિવારીની રામાયણની સ્ટારકાસ્ટ, જુઓ ફોટો

Ramayana Starcast Net Worth In Gujarati : નિતેશ તિવારીની મચ અવેટેડ ફિલ્મ રામાયણના ટીઝરની આજે ઝલક સામે આવી છે. તો ચાલો જાણીએ ફિલ્મની કાસ્ટ સાથે જોડાયેલી જાણકારી અને રણબીર કપૂરથી સની દેઓલ સુધી કોણ કેટલા કરોડની સંપત્તિનું માલિક છે.

| Updated on: Apr 02, 2026 | 3:18 PM
1 / 7
આ વર્ષે ધુરંધર પછી જો કોઈ ફિલ્મની સૌથી વધારે રાહ જોવાતી હોય તો તે છે રામાયણ, આજે રણબીર કપૂરનો લુક તો રામાયણ ફિલ્મના ટીઝરમાંથી સામે આવ્યો છે. 2 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે મેકર્સે ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે. રામાયણની સ્ટાર કાસ્ટની નેટવર્થ વિશે જાણીએ.

2 / 7
સુપરસ્ટાર રણબીર કપૂર રામાયણ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. રણબીર કપૂરની કુલ નેટવર્થ 345 કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે 50-80 કરોડની ફી લે છે. મુંબઈ સિટી એફસી ફુટબોલનો 35 ટકા સ્ટોકનો માલિક છે. તે જાહેરાત અને રોકાણ દ્વારા પણ મોટી કમાણી કરે છે.રણબીર કપૂરે સાંવરિયા ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

3 / 7
સાઉથ સુપરસ્ટાર યશ નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં રાવણના પાત્રમાં સાઉથ સ્ટાર યશ જોવા મળશે. આ પાત્ર માટે યશે બોડી પણ બનાવી છે. યશ એક ફિલ્મ માટે 25-30 કરોડનો ચાર્જ લે છે. યશ યશો માર્ગ ફાઉન્ડેશન નામથી એક એનજીઓ પણ ચલાવે છે. યશે કરિયરની શરુઆત 2007થી જંબાડા હુડુગીથી કરી હતી.કુલ નેટવર્થ 53 થી 65 કરોડ છે.

4 / 7
સિમ્પલ લુક અને નેચરલ બ્યુટીથી ફેમસ અભિનેત્રી સાંઈ પલ્લવી રામાયણ ફિલ્મમાં સીતાના રોલમાં જોવા મળશે. રામાયણ પહેલા સાંઈ પલ્લવીએ આમિર ખાનના દીકરા સાથે એક દીનથી બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. એક ફિલ્મ માટે 3-6 કરોડનો ચાર્જ લે છે. સાંઈ પલ્લવીએ કરિયરની શરુઆત 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી કરી હતી.કુલ નેટવર્થ 47-50 કરોડ છે.

5 / 7
સની દેઓલ ગદર-2, જાટ અને બોર્ડર 2 જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. એક ફિલ્મ માટે 50 કરોડનો ચાર્જ લે છે. જે ગરમ-ધરમ તેમજ હી મૈન જેવા રેસ્ટોરન્ટનો માલિક પણછે. રામાયણ ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના પાત્રમાં જોવા મળશે.કુલ નેટવર્થ 130 કરોડ છે.

6 / 7
 મોડેલિંગથી પોતાના કરિયરની શરુઆત કરનાર રવિ દુબેની ઓળખ ટીવી સિરીયલથી મળી છે. તેમણે અનેક હિટ સીરિયલ આપી છે. વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂક્યો છે, રામાયણ ફિલ્મ માટે રવિ દુબેને 2-4 કરોડ રુપિયાની ફી મળી છે. કુલ નેટવર્થ 67,47 કરોડ છે.

7 / 7
મિસ વર્લ્ડ રહી ચૂકેલી અભિનેત્રી લારા દત્તા રામાયણથી મોટા પડદા પર ફરી એન્ટ્રી કરશે. તે ફિલ્મમાં કૈકેયીની ભૂમિકામાં જોવા મળશે. લારા દત્તાની કુલ નેટવર્થ 60-70 કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે લારા દત્તા 2-3 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

Follow Us