વર્ષ 2018માં આવેલી સ્ત્રીને ચાહકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. 30 કરોડમાં બનેલી ફિલ્મે દુનિયાભરમાં 182 કરોડની કમાણી કરી હતી. 6 વર્ષ બાદ મેકર્સે આ ફિલ્મની સિકવલ એટલે સ્ત્રી 2 બનાવી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપુર, પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર છે. ડાયરેક્ટર અમર કૌશિકની આ ફિલ્મે ફરી એક વખત ચાહકોનું દિલ જીતી લીધું છે. કમાણી મામલે સ્ત્રી 2 પહેલા પાર્ટથી આગળ નીકળી ચૂકી છે.
તો આજે જાણીએ કે, કેટલી એવી બોલિવુડ ફિલ્મો વિશે, જેની સિકવલ પણ પહેલા આવી ચૂકી છે. આ સિકવલ પણ સારી કમાણી કરી ચૂકી છે.
ગદર 2 : વર્ષ 2023માં સની દેઓલ 22 વર્ષ બાદ ગદરની સિકવલ લઈને આવ્યો હતો. ગદર 2 કમાણી મામલે ધમાકો કર્યો હતો અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યા હતા. ફિલ્મે વર્લ્ડવાઈડ 686 કરોડની કમાણી કરી હતી.
ભૂલ ભુલૈયા 2 : વર્ષ 2007માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. 2022માં આ ફિલ્મની સિકવલ આવી. જેમાં કાર્તિક આર્યન જોવા મળ્યા હતા. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 265 કરોડની કમાણી કરી હતી. હવે કાર્તિક આ ફિલ્મનો ત્રીજો પાર્ટ લઈને આવી રહ્યો છે. આશા છે કે, આ સિકવલ પણ બમ્પર કમાણી કરે.
દૃશ્યમ 2 : આ લિસ્ટમાં એક નામ અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ 2'નું પણ છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મે 342 કરોડની કમાણી કરી હતી. અજયની સાથે ફિલ્મમાં શ્રિયા સરન,તબ્બુ, ઈશિતા દત્તા અને અક્ષય ખન્ના જેવા સ્ટાર જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2015માં આવેલી દૃશ્યમની સિકવલ છે.
બાહુબલી 2 : આ લિસ્ટમાં વધુ એક નામ એસએસ રાજામૌલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બાહુબલીની સિકવલ પણ છે. જેને પ્રભાસને ફેમસ કર્યો હતો. આ ફિલ્મનો પહેલો પાર્ટ 2015માં આવ્યો હતો. જ્યારે વર્ષ 2017માં બાહુબલી 2 આવી તો આ ફિલ્મે કમાણી મામલે વધુ મોટો રેકોર્ડ કર્યો હતો. જેને તોડવો મુશ્કેલ છે. આમિર ખાનની ફિલ્મ દંગલ પછી ભારતીય સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
કેજીએફ 2 : વર્ષ 2018માં કેજીએફ દ્રારા યશ મોટો સ્ટાર બની ગયો છે. ત્યારથી તેનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 4 વર્ષ બાદ એટલે કે, 2022માં આ ફિલ્મની સિકવલ આવી જેમણે સારી કમાણી કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 1215 કરોડની કમાણી કરી હતી.