
ટાઇમ મેગેઝિને તેણીને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળી ચુક્યું છે. હાલમાં, અભિનેત્રીએ હોલીવુડ પર પ્રભુત્વ જમાવ્યું છે, તે ઘણી મોટી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી છે.

પ્રિયંકા ચોપરાના સાસરીયાની વાત કરીએ તો, તેનો ખુબ મોટો પરિવાર છે. પરિવારમાં 10થી વધારે સભ્યો છે.પ્રિયંકાના સસરા પોલ કેવિને અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. એક સુખી સપન્ન પરિવાર છે. પ્રિયંકા ચોપરાએ બોલિવુડમાં પણ અનેક હિટ ફિલ્મો આપી છે.

પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા બંનેએ બોલિવૂડમાં નામ કમાવ્યું છે,સુપરસ્ટાર પ્રિયંકા અને પરિણીતી ચોપરાની ફઈની દિકરી મન્નરા ચોપરા છે.મન્નરા ચોપરા બિગ બોસમાં પ્રવેશતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. તેમણે પણ સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રિયંકા ચોપરાએ અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથે ઓગસ્ટ 2018 માં સગાઈ કર્યા પછી, ડિસેમ્બર 2018 માં જોધપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા. જાન્યુઆરી 2022માં દંપતી સરોગસીથી એક બાળકીના માતાપિતા બન્યા છે.

પરિણીતી ચોપરાના બે ભાઈઓ છે, જેમના નામ સહજ અને શિવાંગ છે. પરિણીતી તેના બંને ભાઈઓની ખૂબ જ નજીક છે, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.માતાનું નામ રીના ચોપરા છે. પિતાનું નામ પવન ચોપરા છે.રાઘવ-પરિણિતીની સગાઈ 13 મેના રોજ થઈ હતી.બંનેએ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી છે, આ ફોટોમાં દેશી ગર્લની ભાભી માલતી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાની ભાભી નીલમ ઉપાધ્યાય સાઉથની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે વર્ષ 2012 થી તેલુગુ સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ફિલ્મ 'મિસ્ટર 7'માં જોવા મળી હતી. આ સિવાય તેણે ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મન્નારા ચોપરા જેને બાર્બી હાંડાના નામથી પણ લોકો ઓળખે છે. મન્નારા ચોપરા એક ભારતીય અભિનેત્રી છે સાથે મોડલ પણ છે.
Published On - 2:18 pm, Thu, 4 April 24