
જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, જુહી ચાવલાએ તેમના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે અને સાદગીથી કર્યા હતા. જ્યારે જૂહી ગર્ભવતી થઈ ત્યારે તેના લગ્નનો ખુલાસો થયો હતો. અભિનેત્રીની આ વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા.

જુહીના પતિ જય મહેતા કે જેઓ એક બિઝનેસમેન છે તે જુહી કરતા ઉંમરમાં મોટા છે. જેના કારણે લોકો કહેતા હતા કે જુહીએ પૈસા માટે લગ્ન કર્યા હતા. જોકે આ જય મહેતાના બીજા લગ્ન હતા, પરંતુ તેમના પ્રથમ લગ્ન સુજાતા બિરલા સાથે થયા હતા. તેમની પહેલી પત્નીનું 1990માં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ પછી જય અને જુહી નજીક આવ્યા હતા.

જુહી ચાવલાને લાગે છે કે જ્હાન્વીને ક્રિકેટમાં રસ છે.જૂહીએ એમ પણ કહ્યું કે તેની પુત્રી તે સ્ટાર કિડ્સથી અલગ છે જેઓ એક્ટર્સ તરીકે સ્ક્રીન પર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જુહી ચાવલાને એક ભાઈ હતો તેનું નામ બોબી ચાવલા હતું. જેનું 9 માર્ચ 2014ના રોજ નિધન થઈ ગયું છે. આ પહેલા તે 2010માં કોમામાં ચાલ્યો ગયો હતો. અંદાજે 4 વર્ષ સુધી કોમાંમા રહ્યા બાદ તેનું નિધન થયું હતુ.બોબી ચાવલા શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હતા અને તેમના નજીકના મિત્ર પણ હતા.
Published On - 1:15 pm, Mon, 13 November 23