
સની દેઓલે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે. બંનેએ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. તેમાંથી કરણના લગ્ન પણ થઈ ચૂક્યા છે.

બોબી દેઓલના પરિવારની વાત કરીએ તો તેમણે તાન્યા સાથે લગ્ન કર્યા છે. બોબી દેઓલ અને તાન્યાને પણ 2 બાળકો છે આર્યમન અને ધર્મ, બોબી દેઓલના બાળકો હજુ ઈન્ડસ્ટ્રીથી દુર હોય છે.

ધર્મેન્દ્રની બીજી પત્નીની વાત કરીએ તો તે હેમા માલિની છે. તેમને બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ. બંને પરિણીત છે અને બાળકો પણ છે. હેમાની બંને દીકરીઓએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

એક્ટર બોબી દેઓલે ફિલ્મ 'એનિમલ'માં એક પણ ડાયલોગ બોલ્યા વિના એટલો જબરદસ્ત અભિનય આપ્યો છે કે તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.બોબી દેઓલે લાંબા સમય બાદ ફિલ્મ 'એનિમલ'થી સિનેમાઘરોમાં જોરદાર કમબેક કર્યું છે.
Published On - 3:30 pm, Mon, 11 December 23