
સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા સુનિલ મલ્હોત્રા, જે મર્ચન્ટ નેવીમાં ભૂતપૂર્વ કેપ્ટન હતા અને રિમ્મા મલ્હોત્રા, એક ગૃહિણી હતી.

સિદ્ધાર્થના પિતા નેવીમાં હતા જ્યારે તેની માતા ગૃહિણી છે. પોતાના ભાઈ વિશે વાત કરીએ તો, સિદ્ધાર્થ બિલકુલ તેના જેવો જ દેખાય છે. બંને ભાઈઓના દેખાવમાં એકદમ સરખા લાગે છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રાના લગ્ન થઈ ચૂક્યા છે. તે એક બેંકર છે.

સિદ્ધાર્થની ભાભીનું નામ પૂર્ણિમા છે. તેમને અધિરાજ નામનો એક પુત્ર પણ છે. સિદ્ધાર્થનો આખો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેના મોટાભાગના સંબંધીઓ પણ ત્યાં જ રહે છે.

તેમના પિતા હિન્દુ છે જ્યારે તેમની માતા શીખ છે, અને તેઓ બંને ધર્મો પાળે છે. મલ્હોત્રાએ ડોન બોસ્કો સ્કૂલ (અલકનંદા, નવી દિલ્હી) અને નેવલ પબ્લિક સ્કૂલ, દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શહીદ ભગતસિંહ કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા છે. 18 વર્ષની ઉંમરે, તેમણે મોડેલિંગ શરૂ કર્યું હતુ. આજે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.

સિદ્ધાર્થે આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ પહેલા તેને મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'માં પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાની તક મળી. પરંતુ તે સમયે, તેની મોડેલિંગ કારકિર્દીમાં વ્યસ્ત હોવાને કારણે, તે આ ફિલ્મમાં કામ કરી શક્યો નહીં.

2020માં અભિનેત્રી કિયારા અડવાણી સાથે ડેટિંગ કરવાની અફવાઓ શરૂ થઈ હતી, પરંતુ તેમણે જાહેરમાં આ સંબંધ વિશે વાત કરી ન હતી

કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. 7 ફેબ્રુઆરી 2023ના રોજ, તેઓએ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત હિન્દુ વિધીથી લગ્ન કર્યા.

ચાહકો બોલિવૂડની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ખુબ પ્રેમ કરે છે.
Published On - 1:12 pm, Thu, 16 January 25