બોલિવુડ અભિનેતા અજય દેવગને 1991માં ફિલ્મ ફુલ ઔર કાંટે થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. પ્રથમ ફિલ્મે અભિનેતાને સ્ટાર બનાવી દીધો હતો. ત્યારબાદ બોલિવુડમાં હિટ ફિલ્મો આપી હતી.
શું તમે જાણો છો અજય દેવગન બોલિવુડ સ્ટાર હોવાની સાથે એક મોટો બિઝનેસમેન પણ છે. હા અજય દેવગન એક બે નહી પરંતુ કુલ 7 કંપનીનો માલિક પણ છે. જેમાં તેનું પ્રોડક્શન હાઉસ પણ સામેલ છે.
અજય દેવગન એક અભિનેતા હોવાની સાથે સાથે એક પ્રોડ્યુસર પણ છે. તેમનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે જેનું નામ દેવગન ફિલ્મસ છે. આ પ્રોડક્શન હાઉસનું નામ પહેલા દેવગન FFilms હતુ. આ કંપનીની શરુઆત 2000માં કરવામાં આવી હતી.
અભિનેતા, પ્રોડ્યુસર સિવાય અજય દેવગન પોતાની વિઝુઅલ ઈફેક્ટ કંપની પણ ચલાવે છે. જે મુંબઈમાં છે જેનું નામ ny VFXWaala છે.એવું પણ કહેવામાં આવે છે કે, અજય દેવગનની બંન્ને કંપનીના નામ બાળકો ન્યાસા અને યુગના નામ પર રાખ્યું છે.
અજય દેવગન એક મલ્ટીપ્લેક્સ ચેન Ny Cinemaનો માલિક પણ છે. જેની શરુઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. આ સિંગલ સ્ક્રીન થિયેટર ચેન છે. આ ચેન પહેલા મલ્ટીપ્લેક્સ ચેન દિલ્હીમાં શરુ કરવામાં આવી હતી.
અજય દેવગન રિયલસ સ્ટેટ બિઝનેસ પણ ચલાવે છે. જે મુંબઈમાં કોર્મશિયલ અને રેસિડન્સી સ્પેસ ખરીદે છે. તેની કંપનીનું નામ એડીઆઈ જણાવવામાં આવી રહ્યું છે. તેમણે 2010માં રિયલ એસ્ટેટ બિઝનેસમાં એન્ટ્રી કરી હતી.
અજય દેવગન ચેરિટીમાં પણ આગળ છે. તે માત્ર ચેરિટી કરતો નથી પરંતુ એક ચેરિટેબલ ફાઉન્ડેશનની શરુઆત પણ કરી હતી. વર્ષ 2019માં અજયદેવગને કાજોલ અને તેમની માતા વીના દેવગન સાથે આની સ્થાપના કરી હતી.
બોલિવુડ સ્ટાર એક સોલર પ્રોજેક્ટ પણ ચલાવે છે. બિઝનેસ સ્ટેન્ડર્ડના રિપોર્ટ મુજબ વર્ષ 2013માં અજય દેવગને ગુજરાતના ચરનકામાં એક અલ્ટ્રા મોર્ડન સોલાર પાર્કમાં મોટું રોકાણ કર્યું હતુ. આ પ્રોજેક્ટ રોહા ગ્રુપ અને પ્રોડ્યુસર કુમાર મંગત સાથે શરુ કર્યો હતો.
અજય દેવગને પૈનોરમા સ્ટુડિયઓઓ ઈન્ટરનેશનલમાં પણ રોકાણ કર્યું છે. રિપોર્ટ મુજબ આ કંપનીમાં અજય દેવગને 1 લાખ ઈક્વિટી શેર ખરીદ્યા છે. સારું એવું રોકાણ પણ કર્યું છે.
આપણે અજય દેવગનની સંપત્તિની વાત કરીએ તો મુંબઈ, લંડનમાં આલીશાન ઘર છે. રિપોર્ટ અનુસાર તેના બંગલાની કિંમત 60 કરોડ રુપિયા છે.રિપોર્ટ અનુસાર તેની કુલ નેટવર્થ અંદાજે 427 કરોડ રુપિયા છે.અભિનેતા પાસે રિયલ એસ્ટેટથી લઈ લગ્ઝરી ઓટોમોબાઈલમાં પણ સારું રોકાણનો શાનદાર પોર્ટફોલિયો છે.