
લોકપ્રિય લોક ગાયિકા મૈથિલી ઠાકુર પણ બિહાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. ભાજપે તેમને દરભંગાની અલીનગર બેઠક પરથી ઉમેદવાર તરીકે નામાંકિત કરી છે. મૈથિલી ઠાકુરનો મુકાબલો અલીનગરમાં આરજેડી ઉમેદવાર વિનોદ મિશ્રા સામે થયો હતો. 25 વર્ષીય મૈથિલી ઠાકુર કરોડોની સંપત્તિના માલિક છે. તે 11 હજાર કરતા વધુ મતથી જીતી છે.

આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં, લોકપ્રિય ભોજપુરી સંગીત ગાયક રિતેશ રંજન પાંડે પણ પોતાનું નસીબ અજમાવ્યું હતુ. પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજએ રોહતાસ જિલ્લાના કરગહર વિધાનસભા મતવિસ્તારથી રિતેશ પાંડેને મેદાનમાં ઉતાર્યા હતા. રિતેશ પાંડેના સોગંદનામામાં જણાવાયું છે કે તેમની પાસે 2.29 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જનતાદળ યુનાઈટેડનાના બશિસ્ટકુમાર સામે 35 હજાર મતે હાર્યા છે.

આ ઉપરાંત, બધાની નજર બિહારની ભાગલપુર બેઠક પર રહી હતી, કારણ કે આ હાઈપ્રોફાઈલ બેઠકના ઉમેદવારોમાંના એક બીજું કોઈ નહીં પણ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માના પિતા અજીત શર્મા છે. જે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જો કે અજીત શર્મા, ભાજપના રોહિત પાંડે સામે ચૂંટણી લડીને 13 હજાર કરતા વધુ મતથી હાર્યા છે.

તમને જણાવી દઈએ કે,આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે હતુ. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા છે.