
આ લિસ્ટમાં વધુ એક નામ આવે છે, કિયારા અડવાણી અને તેના નાના ભાઈ મિશેલ પણ સામેલ છે. જે એકબીજા સાથે ખાસ સમય પસાર કરતા હોય છે. કિયારાનો ભાઈ મિશેલ મ્યુઝિકમાં કરિયર બનાવતા પહેલા સોફ્ટવેર ઇજનેર હતો.

સુહાના ખાન,આર્યન ખાન અને અબરામ ખાન પણ બોલિવુડના ચર્ચિત સિબલિંગ્સમાંથી એક છે. ત્રણેયના ફોટો પણ ચાહકોને ખુબ પસંદ આવે છે. ઈવેન્ટ અને પાર્ટીમાં આ ત્રણેય ભાઈ બહેનની અલગ જ સ્ટાઈલ જોવા મળતી હોય છે.

સુનીલ શેટ્ટીની દિકરી આથિયા અને પુત્ર અહાન શેટ્ટી પણ બોલિવુડની સ્ટાઈલિશ ભાઈ બહેનની જોડીમાંથી એક છે. આથિયા બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ અહાન બોલિવુડ ડેબ્યુ માટે તૈયાર છે.

સારા અને ઇબ્રાહિમ અલી ખાન એકબીજા સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. તેમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં, બંને સમય મળતાં જ વેકેશન પર નીકળી જાય છે. ઈબ્રાહિમ સિવાય સારા અલી જેહ અને તૈમુર સાથે પણ ખાસ બોન્ડ શેર કરે છે.