ખટારા ભરીને જામનગરમાં લગ્નમાં આવનારી રિહાના 2 બાળકોની છે માતા, આવો છે પરિવાર
રોબિન રિહાના ફેન્ટીનો જન્મ ફેબ્રુઆરી 20, 1988ના રોજ થયો છે, તે એક બાર્બાડિયન ગાયિકા, બિઝનેસવુમન અને અભિનેત્રી છે. જ્યારથી તે જામનગરમાં આવી છે ત્યારથી તેના સામનને જોઈને લોકો અવનવી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે ,તો આજે આપણે રિહાનાના પરિવાર વિશે જાણીશું
1 / 11
આજે આપણે હોલિવુડની ફેમસ સિંગર રિહાનાના પરિવાર વિશે જણીએ.
2 / 11
તેના પિતા રોનાલ્ડ ફેન્ટી અને માતા મોનિકા છે. તેણીની માતા આફ્રો-ગુયાનીઝ છે, જ્યારે તેણીના પિતા આફ્રિકન વંશના બાર્બેડિયન છે (રિહાન્ના ફેન્ટી પેરેન્ટ્સ). રિહાનાને બે ભાઈઓ છે, રોર અને આરજેડી ફેન્ટી.
3 / 11
સૌથી પહેલા આપણે જાણીએ કે, રિહાના કોણ છે. રિહાના બારબાડોસની રહેવાસી છે અને કેરિબિયન પોપ સિંગર છે. રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેંટી છે. રિહાના સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.
4 / 11
છેલ્લા કેટલાક દિવસોથી પોપસ્ટાર રિહાના ચર્ચામાં છે, કારણ કે, જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ સેરમનીમાં જોવા મળશે. તેની ફી સાંભળી તમે પણ ચોંકી જશો. તેમને અંદાજે 66 થી 74 કરોડ રુપિયાની ફી આપવામાં આવશે.
5 / 11
રિહાનાને ફેંટી નામનું પોતાનું ફેશન બ્રાંડ પણ છે. રિહાનાએ પોતાના કરિયરની શરુઆત ધમાકેદાર પરફોર્મન્સથી કરી હતી. તેમણે પોતાનું પહેલું આલબમ મ્યુઝિક ઓફ ધ સન અને અ ગર્લ લાઈક મી વર્ષ 2005માં રેકોર્ડ કર્યું હતુ.
6 / 11
તમને જણાવી દઈએ કે રિહાના હોલીવુડની સૌથી મોટી સિંગર છે અને તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સંગીત કલાકારોમાંની એક છે. રોબિન રિહાના ફેન્ટી જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
7 / 11
રિહાનાએ 16 વર્ષની ઉંમરે સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું,તે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વિશે પણ ટ્વિટ કર્યું હતું. જેના માટે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
8 / 11
રિહાનાને હાલના સમયે આખી દુનિયા માટે કોઈ ઓળખની જરૂર નથી. તેના અદ્ભુત અવાજ અને ફેશનેબલ દેખાવને કારણે તેણે વિશ્વભરમાં તેના ચાહકોની મોટી સંખ્યા છે., પોપ, ડાન્સ અને રીહાના મોટાભાગના મ્યુઝિક આલ્બમ્સ વિશ્વ સ્તરના સુપરહિટ છે અને તેના નામે ઘણા ગ્રેમી એવોર્ડ્સ પણ છે.
9 / 11
રિહાના તેના નાનકડાં કરિયરમાં 9 ગ્રૈમી એવોર્ડ , 13 અમેરિકન મ્યુઝિક એવોર્ડ, તેમજ 6 વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ મેળવી ચૂકી છે. આ સિવાય રાષ્ટ્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂકી છે.મ્યુઝીક અને ગ્લેમર્સની દુનિયામાં પોપસ્ટાર રિહાનાના લાખો ચાહકો છે. અનેક વખત આ સ્ટાર ચર્ચામાં પણ આવી ચૂકી છે. તેનું પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ ખુબ ચર્ચામાં રહ્યું હતુ.
10 / 11
રિહાન્નાએ મે 2022માં જ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. હવે તે બીજી વખત માતા બની છે. 6 મહિના પહેલા તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. તે બોયફ્રેન્ડ A$AP રોકીના બાળકની માતા છે.
11 / 11
તમને જણાવી દઈએ કે, બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ડેટિંગ પહેલા બંને ત્રણ વર્ષ સુધી મિત્રો હતા. બંન્ને હજુ સુધી લગ્ન કર્યા નથી.
Published On - 8:25 pm, Fri, 1 March 24