
ભારતીય પ્લેબેક સિંગર, મ્યુઝિક ડાયરેક્ટર, ડબિંગ આર્ટિસ્ટ સોનુ નિગમના અવાજનો જાદુ એવો છે કે જે પણ તેમનું ગીત એકવાર સાંભળે છે, તે વ્યક્તિ ચોક્કસપણે તેનો ફેન બની જાય છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર સોનુ નિગમ ઉપરાંત, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન ભક્તિ ગીતો ગાશે, જેમાં સોનુ નિગમ ભગવાનની ભક્તિ પર આધારિત ગીત 'શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...' ગાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભક્તિ ગીતો સિવાય, સંસ્કૃતમાં ઘણા શ્લોકો છે જે સોનુ નિગમ સિવાય હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન જેવા ગીતકારો દ્વારા ગાવામાં આવશે. આ તમામ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી મ્યુઝિક ડાયરેક્ટર જોડી અજય-અતુલ પર છે.

અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શનમાં અંબાણી પરિવારની જાહોજલાલી જોવા મળી હતી. સંગીત સમારોહના સ્થળથી લઈને સજાવટ સુધી બધું જ વૈભવી હતું. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાના તમામ ફંક્શન્સ અદ્ભુત હતા, જેમાં હોલીવુડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે સંગીત સેરેમનીમાં તેમના શ્રેષ્ઠ ગીતો પર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સમય દરમિયાન જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 'બેબી', 'લવ યોરસેલ્ફ', 'સોરી' અને 'બેબી પીચીસ' જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.