
મળતી માહિતી મુજબ બ્રેકફાસ્ટના મેનૂમાં 70 વિકલ્પો હશે. લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની ફુડ આઈટમ મહેમાનોને પીરસવામાં આવશે. ફંક્શનમાં કોઈ પણ ડિશને રિપીટ કરવામાં આવશે નહીં. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મીડનાઈટ સ્નેક્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અનંત-રાધિકાએ જાન્યુઆરી 2023માં સગાઈ કરી હતી. ગેસ્ટ લિસ્ટમાં વિવિધ ક્ષેત્રના મોટા નામોને આમંત્રિત કરવામાં આવ્યા છે. માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત આ સેલિબ્રેશનમાં હાજરી આપશે તેવી ચર્ચા છે. રિહાના, અરિજીત સિંહ અને દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરશે.
Published On - 5:43 pm, Wed, 28 February 24