Allu Arjun Family Tree : ઘરમાં 1 નહીં 10 એક્ટર્સ, પુષ્પા 2 અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી
અલ્લુ અર્જુન (Allu Arjun )ના દાદા અલ્લુ રામલિંગૈયા 1000 થી વધુ ટોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 1990માં પદ્મશ્રી અને 2001માં રઘુપતિ વેંકૈયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન હતા. તો ચાલો તમને સાઉથના સૌથી મોટા સ્ટાર પરિવારનો પરિચય કરાવીએ.
1 / 6
Allu Arjun Family Tree : અલ્લુ અર્જુનના દાદા, પિતા, કાકા અને ફુઆના પરિવારના ઘણા સભ્યો દક્ષિણના મોટા સ્ટાર્સ છે. અલ્લુ અર્જુનના દાદા અલ્લુ રામલિંગૈયા લોકપ્રિય કોમેડી અભિનેતા હતા. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમને પાંચ બાળકો હતા, જેમાંથી અલ્લુ અરવિંદ અને સુરેખા ફિલ્મ ઉદ્યોગમાં વધુ સક્રિય રહ્યા હતા. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ સાઉથનું મોટું નામ છે. ડાયરેકટર તરીકે તેણે ઘણી હિટ ફિલ્મો બનાવી છે.
2 / 6
અલ્લુ અર્જુન માત્ર સુપરસ્ટાર જ નથી પરંતુ ફેમિલી મેન પણ છે. તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે, જેની ઝલક સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે.અલ્લુ અર્જુને 2011 માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને બે બાળકો છે. પુત્રીનું નામ અરહા અને પુત્રનું નામ અયાન છે.
3 / 6
અર્જુન એક પ્રેમાળ પતિ છે. સ્નેહા સાથેનો તેમનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેના રોમેન્ટિક ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.અલ્લુ અર્જુન માત્ર તેની પત્ની અને બાળકોને જ નહીં પરંતુ તેના આખા પરિવારને પ્રેમ કરે છે. અર્જુનનો પરિવાર મોટો છે અને તે દરેક સાથે સારો સંબંધ છે.
4 / 6
અલ્લુ શિરીષ અને અલ્લુ અર્જુન ભાઈઓ છે. અલ્લુ શિરીષ પણ જબરદસ્ત અભિનય કરે છે અને તે ઘણો લોકપ્રિય છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ પણ છે.તેના મોટા ભાઈ અલ્લુ અર્જુનની જેમ અલ્લુ શિરીષ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેણે વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગૌરવમ'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું.
5 / 6
આજે તમને તેલુગુ સિનેમાના સૌથી પ્રભાવશાળી પરિવાર વિશે જણાવીશું. અલ્લુ પરિવાર અને કોનિડેલા પરિવાર વચ્ચેનો સંબંધ ખુબ ખાસ છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અલ્લુ રામલિંગૈયા અને કંકરાત્મનમના પુત્ર છે. અલ્લુ અરવિંદને બે બહેનો હતી. મોટી બહેન વસંત લક્ષ્મીના લગ્ન નવભારતી સાથે થયા છે. નાની બહેન સુરેખાના લગ્ન તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી સાથે થયા છે. ચિરંજીવીનો પુત્ર રામ ચરણ હાલના દિવસોમાં તેલુગુ સિનેમાના સૌથી મોંઘા સ્ટાર્સમાંનો એક છે. ચિરંજીવીને બે પુત્રીઓ સસ્મિતા અને શ્રીજા પણ છે.
6 / 6
સાઉથના સુપરસ્ટાર રામ ચરણની ભારતભરમાં જંગી ફેન ફોલોઈંગ છે. સાઉથ અભિનેતા ફિલ્મ 'RRR' માટે હેડલાઇન્સમાં રહ્યો હતો. તે અલ્લુ અર્જુનનો કઝીન છે. રામ ચરણ ચિરંજીવીના પુત્ર છે.
Published On - 9:27 am, Tue, 8 August 23