
ડેઝીનો જન્મ મુંબઈના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતા શહેરમાં એક કાપડ મિલમાં કામ કરતા હતા. તેણીએ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના સહાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને ડાન્સર છે. જે મુખ્યત્વે હિન્દી અને કન્નડ ફિલ્મોમાં જોવા મળે છે. ડેઝી શાહે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના સહાયક તરીકે કામ કર્યું છે.

ડેઝી શાહને પહેલી સફળતા ત્યારે મળી જ્યારે તેણીને 2011ની કન્નડ ફિલ્મ ભદ્રમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી. ત્યારબાદ તેણી 2014ની હિન્દી ફિલ્મ જય હો માં સલમાન ખાન સાથે જોવા મળી.2015માં તે હેટ સ્ટોરી 3નો ભાગ હતી.2023માં તેમણે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 13માં ભાગ લીધો હતો.

બોલિવુડ અભિનેત્રી ડેઝી શાહ એક ગુજરાતી પરિવારમાંથી છે, પરંતુ તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે, ડેઝી શાહે 10મા ધોરણમાં હતી ત્યારે સ્થાનિક મોલમાં એમએસ ડોમ્બિવલી સ્પર્ધામાં મિસ ફોટોજેનિક એવોર્ડ જીત્યો હતો. તેમણે મુંબઈની ખાલસા કોલેજમાં આર્ટસનો અભ્યાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, ડેઝી શાહ માત્ર બોલિવુડ જ નહી પરંતુ કન્નડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.

ડેઝી શાહ પાસે મુંબઈમાં 3BHK ફ્લેટ છે. આ સાથે તેની પાસે 90 અને 70 લાખની કિંમતની બે કાર પણ છે. તેના હજુ લગ્ન થયા નથી. એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે.

ડેઝી શાહ ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. 'ગુજરાત 11' માં ડેઝી શાહના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ હતી.

અભિનેત્રી ડેઝી શાહને આજે ઓળખની કોઈ જરુર નથી.આજે ડેઝી પોતાના દમ પર કરોડો રૂપિયાની માલિક છે.

તમને જણાવી દઈએ કે ,ડેઝી શાહે સલમાન ખાનના ગીતોમાં બેકસ્ટેજ ડાન્સ કર્યો છે.

ડેઝી પાસે આવકના અલગ અલગ સ્ત્રોત છે, તે ડાન્સથી સારી કમાણી કરે છે.

આ ઉપરાંત તે મોડેલિંગ, જાહેરાતો અને અભિનયથી પણ સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેઝી શાહ તેની એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.