
બોલિવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં થયો હતો. અનુષ્કા શર્માના પરિવારમાં તેના માતા-પિતા સિવાય એક ભાઈ પણ છે.

અનુષ્કા શર્માનો શાળાકીય શિક્ષણ બેગ્લુરુની માઉન્ટ કર્મેલ કોલેજમાંથી પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. જ્યારે વિરાટ કોહલી 12 પાસ છે.

અનુષ્કાએ 2008માં ફિલ્મ રબને બના દી જોડીથી બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. અનુષ્કા શર્માના પિતાનું નામ અજય કુમાર શર્મા છે. તે એક આર્મી ઓફિસર છે. તેમની માતાનું નામ આશિમા શર્મા છે તે હાઉસવાઈફ છે.

અનુષ્કા શર્માના ભાઈનું નામ કર્નેશ શર્મા છે.જે ફિલ્મ પ્રોડ્યુસર છે.કર્ણેશ શર્મા અભિનેત્રી અનુષ્કા શર્માના મોટા ભાઈ અને પ્રખ્યાત નિર્માતા છે. અનુષ્કાએ ભાઈ કર્ણેશ શર્મા સાથે મળીને તેનું પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ શરૂ કર્યું હતુ.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત ખુબ રસપ્રદ રહી છે. બંન્ને 2013માં એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત થવા લાગી અને આ પ્રેમ લગ્નમાં પરિવર્તિત થયો હતો.

અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. હાલમાં અભિનેત્રી 2 બાળકોની માતા છે.વિરુષ્કાના નામથી જાણીતી વિરાટ-અનુષ્કાની જોડી કમાણીના મામલામાં ઘણી આગળ છે.

બંન્ને 2 બાળકોના માતા-પિતા છે. વિરાટ અનુષ્કાની જોડીની સૌથી ખાસ વાત એ છે કે, બંન્ને હંમેશા એકબીજા સાથે ઉભા હોય છે અને એકબીજાને સપોર્ટ પણ કરે છે. વિરાટના ખરાબ પ્રદર્શન માટે જ્યારે અનુષ્કા શર્માને ટ્રોલ કરવામાં આવી તો વિરાટે ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો.

અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરુઆત મોડલ તરીકે કરી હતી. 2007માં એક સફળ મોડલ બની હતી. ત્યારબાદ તેમને અનેક બ્રાન્ડમાં કામ મળવા લાગ્યું હતુ. મોડલિંગ બાદ અનુષ્કાએ ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. 2008માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા એક પત્રકાર બનવા માંગતી હતી.
Published On - 3:15 pm, Wed, 1 May 24