સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ, અગ્નિવીર તરીકે દેશની રક્ષા કરશે

|

Jul 17, 2024 | 1:39 PM

Agniveer Ishita Shukla : ભોજપુરી ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રવિ કિશન ગોરખપુરના સાંસદ છે. તેમની 21 વર્ષની પુત્રી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ આર્મી ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે.

1 / 5
Ravi Kishan Daughter Ishita Shukla : બોલિવૂડ અને ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતામાંથી સાંસદ બનેલા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા અગ્નિવીર બની ગઈ છે. ઈશિતા અગ્નિપથ સ્કીમ હેઠળ આર્મી ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. ઈશિતા માત્ર 21 વર્ષની છે. સાંસદ રવિ કિશને પણ દીકરીની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.

2 / 5
ઈશિતા શુક્લાનો જન્મ જૌનપુરમાં થયો હતો. તેણે દિલ્હી યુનિવર્સિટીની રાજધાની કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ઈશિતા પણ NCC Cadre રહી ચૂકી છે. તેને રાઈફલ શૂટિંગનો શોખ છે. રવિ કિશન જણાવે છે કે તેમની પુત્રી સેનામાં જોડાવાનું મન બનાવી ચૂકી છે.

3 / 5
ભોજપુરી ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રવિ કિશન ગોરખપુરના સાંસદ છે. રવિ કિશનને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પર હજારો પોસ્ટ કરવામાં આવી છે. કેટલાક ફોલોઅર્સે લખ્યું છે કે નાના મોટા એક્ટરના બાળકો સ્ટાર કિડ્સ તરીકે ઓળખાય છે અને તેમને સરળતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળે છે. એક્ટર રવિ કિશનની દીકરી હવે દેશની રક્ષા માટે સેનામાં જોડાઈ રહી છે. આનો ગર્વ હોવો જોઈએ.

4 / 5
સાંસદ રવિ કિશને જાન્યુઆરીમાં એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે મારી બહાદુર પુત્રી ઈશિતા શુક્લા છેલ્લા 3 વર્ષથી આપણા દેશની સેવા કરવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. તે દિલ્હી ડિરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયનની કેડેટ છે. જે આ કડકડતી ઠંડીમાં તાલીમ લઈ રહી છે અને કરિઅપ્પા ગ્રાઉન્ડ પર ગણતંત્ર દિવસની પરેડ માટે ધુમ્મસ સામે લડી રહી છે.

5 / 5
રવિ કિશને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની સામે રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેશે. રવિ કિશને કહ્યું કે, ઈશિતા શુક્લાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, તેને 1500 કેડેટ્સમાંથી ADG, દિલ્હી DTE તરફથી શ્રેષ્ઠતાનો એવોર્ડ મળ્યો છે.

Next Photo Gallery