ભાઈ ક્રિકેટર, ભાભીનો ભાઈ રહી ચૂક્યો છે બિગ બોસનો ભાગ, આવો છે માલતી ચહરનો પરિવાર

બિગ બોસ 19ની વાઇલ્ડકાર્ડ સ્પર્ધક વિશે ઘણા દિવસોથી ઘણી ચર્ચા થઈ રહી છે. હવે, ક્રિકેટર દીપક ચહરની બહેને બિગ બોસ 19ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. તો આજે આપણે માલતી ચહરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Oct 26, 2025 | 9:54 AM
4 / 11
માલતીનો જન્મ 15 નવેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો અને તે રમતગમત પ્રેમી પરિવારમાં ઉછરી હતી. તેને પહેલી વાર ઓળખ ત્યારે મળી જ્યારે તેમણે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

5 / 11
માલતી ચહરના પરિવારમાં પિતા લોકેન્દ્ર સિંહ ચાહર, માતા પુષ્પા ચહર, ભાઈ દીપક ચહર અને ભાભી જયા ભારદ્વાજ છે.દીપકે 1 જૂન, 2022ના રોજ આગ્રામાં જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા.

6 / 11
માલતી ફેમિના મિસ ઈન્ડિયા 2014 માં ફાઇનલિસ્ટ હતી અને ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી 2014 માં મિસ ફોટોજેનિકનો ખિતાબ પણ જીત્યો હતો. આનાથી મનોરંજન ઉદ્યોગમાં તેની કારકિર્દીને રસ્તો મળ્યો હતો.

7 / 11
માલતીએ બાદમાં અભિનયમાં એન્ટ્રી કરી અને 2018માં અનિલ શર્માની બોલિવૂડ ફિલ્મ "જીનિયસ" થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેણે રૂબીનાની ભૂમિકા ભજવી હતી.

8 / 11
2022માં, તેમણે અરવિંદ પાંડેની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ "ઇશ્ક પશ્મીના"માં ઓમિષાની ભૂમિકા ભજવી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તેના ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

9 / 11
દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ છે. તેમનો સાળા સિદ્ધાર્થ ભારદ્વાજ પણ બિગ બોસનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ સિઝન 5માં બીજા ક્રમે રહ્યો હતો. જોકે, શો દરમિયાન તેમનો સલમાન ખાન સાથે ઝઘડો થયો હતો,

10 / 11
માલતીએ  બિગ બોસમાં એન્ટ્રી કરી રહી છે, જે તેની કારકિર્દીને સંપૂર્ણપણે બદલી શકે છે.શોમાં માલતી ચહરને મુકવા માટે ભાઈ દીપક ચહર પોતે સ્ટેજ પર આવ્યો હતો.

11 / 11
માલતી ચહર તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે ચર્ચામાં છે, અને તેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એક્ટિંગ ઉપરાંત, માલતીને ફિલ્મ નિર્માણમાં પણ રસ છે. તેમણે કેટલીક શોર્ટ ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે.