
કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 (PMAY-U 2.0) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને ઘર બનાવવા, ખરીદવા અથવા ભાડે ઘર મેળવવા માટે અલગ-અલગ સુવિધાઓ આપવામાં આવે છે. (Image Source | AI Generated)

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 (PMAY-U 2.0) ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ (EWS), ઓછી આવક ધરાવતા વર્ગ (LIG) અને મધ્યમ આવક ધરાવતા વર્ગ (MIG) માટે છે. યોજનાનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં દરેક પાત્ર પરિવારને પાકું અને સુરક્ષિત ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. (Image Source | AI Generated)

આ સુવિધા હેઠળ પોતાની જમીન ધરાવતા EWS પરિવારોને નવું પાકું ઘર બનાવવા માટે ₹2.5 લાખ સુધીની નાણાકીય સહાય મળી શકે છે. આ માટે પરિવારની વાર્ષિક આવક ₹3 લાખ સુધી હોવી જોઈએ અને ઘરનું બાંધકામ મહત્તમ 45 ચોરસ મીટર સુધીનું હોઈ શકે છે. (Image Source | AI Generated)

આ સુવિધા હેઠળ સરકારી અથવા ખાનગી એજન્સીઓ દ્વારા EWS પરિવારો માટે 30થી 45 ચોરસ મીટર કાર્પેટ એરિયાનાં મકાનો બનાવવામાં આવે છે. પાત્ર લાભાર્થીને મકાનની ખરીદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળીને ₹2.5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. (Image Source | AI Generated)

જે લોકોને ઘર ખરીદવું નથી અથવા ખરીદવાની આર્થિક ક્ષમતા નથી, તેમના માટે આ સુવિધા છે. ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો, કામકાજ કરતી મહિલાઓ, બાંધકામ કામદારો, બેઘર લોકો અને શહેરી ગરીબ પરિવારોને પોસાય તેવા ભાડાનાં મકાનો ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. (Image Source | AI Generated)

આ સુવિધા હેઠળ પાત્ર પરિવારોને ઘર ખરીદવા, ફરીથી ખરીદવા અથવા બાંધવા માટે લીધેલી હોમ લોન પર વ્યાજમાં સબસિડી મળી શકે છે. આ લાભ માટે 1 સપ્ટેમ્બર 2024 અથવા ત્યારબાદ મંજૂર અને વિતરિત થયેલી લોન ધ્યાનમાં લેવામાં આવે છે. (Image Source | AI Generated)

આ યોજના હેઠળ EWS માટે વાર્ષિક આવક ₹3 લાખ સુધી, LIG માટે ₹3થી ₹6 લાખ અને MIG માટે ₹6થી ₹9 લાખ સુધી હોવી જોઈએ. લાભાર્થી પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં ક્યાંય પાકું મકાન ન હોવું જોઈએ. (Image Source | AI Generated)

યોજનામાં વિધવા મહિલાઓ, એકલ મહિલાઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો, અનુસૂચિત જાતિ-જનજાતિ અને લઘુમતી વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, બાંધકામ કામદારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. (Image Source | AI Generated)

પાત્ર લાભાર્થીઓ PMAY-U 2.0 ના સત્તાવાર પોર્ટલ, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા સંબંધિત નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ સંબંધિત સરકારી વિભાગ દ્વારા દસ્તાવેજો અને પાત્રતાની ચકાસણી કરવામાં આવશે. (Image Source | AI Generated)

આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ ઘર બનાવવા, ખરીદવા, ભાડે મેળવવા અને હોમ લોનના વ્યાજમાં રાહત મેળવવા માટે ચાર અલગ સુવિધાઓ આપવામાં આવી છે. જોકે, માત્ર અરજી કરવાથી સહાય મળતી નથી; સરકારી ચકાસણી અને મંજૂરી જરૂરી છે. (Image Source | AI Generated)

નોંધ : PMAY-U 2.0 યોજનાનું લાભ મેળવવા માટે અરજી કરતા પહેલાં નાગરિકોએ તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચવી અને સમજવી જરૂરી છે. આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)