સાબરકાંઠાઃ MP શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી, જુઓ

|

Jun 21, 2024 | 1:09 PM

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

1 / 5
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે  10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

2 / 5
આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.

3 / 5
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન એ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ 21મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી.

4 / 5
ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ 21 મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “સ્વંય અને સમાજ માટે યોગ’’ ની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

5 / 5
કાર્યક્રમમાં ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે.

Next Photo Gallery