Post Office ની ધાંસુ સ્કીમ, 15 લાખની લોન લઈને પણ મળશે પ્રોફિટ, 2.92 લાખ રૂપિયા સુધીનો થશે નફો, જાણો કેવી રીતે

₹15 લાખની કાર લોન લઈને પણ નફો કમાઈ શકાય છે! યોગ્ય નાણાકીય આયોજનથી, તમારી પાસે રહેલા ₹15 લાખને પોસ્ટ ઓફિસની MIS માં રોકી, માસિક આવકને RD માં ફરી રોકાણ કરો.

| Updated on: Apr 18, 2026 | 6:11 PM
1 / 7
₹15 લાખની લોન લઈને પણ નફો કમાઈ શકાય છે... સાંભળવામાં થોડું આશ્ચર્ય જનક લાગે, પણ યોગ્ય નાણાકીય આયોજન સાથે આ શક્ય છે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ્સનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને, તમે લોનની EMI ચૂકવતા હોવા છતાં અંતે લાખોમાં ફાયદો મેળવી શકો છો.

2 / 7
માનીએ કે તમારી પાસે ₹18 લાખ તૈયાર છે અને તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. સામાન્ય રીતે લોકો સીધા પોતાની બચતમાંથી પૈસા ખર્ચી દે છે. પરંતુ અહીં એક અલગ વ્યૂહરચના કામ કરે છે. તમે ₹15 લાખની કાર લોન લો અને તમારી પાસે રહેલી રકમને રોકાણમાં લગાવો.

3 / 7
ધારો કે તમે લગભગ 9% વ્યાજ દરે 5 વર્ષ માટે ₹15 લાખની કાર લોન લો છો. આવી સ્થિતિમાં, તમારે દર મહિને આશરે ₹31,130 EMI ચૂકવવી પડશે અને 5 વર્ષમાં કુલ લગભગ ₹18.67 લાખ ચુકવવાના રહેશે. એટલે કે, વ્યાજ તરીકે તમે અંદાજે ₹3.67 લાખ વધારાના ચૂકવશો.

4 / 7
હવે અહીંથી પ્લાન શરૂ થાય છે. લોન લીધા પછી તમારી પાસે રહેલી રકમને નિષ્ક્રિય રાખવાના બદલે, તેને પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS)માં રોકો. જો તમે ₹15 લાખ MISમાં મૂકો, તો 7.4% વ્યાજ દરે તમને દર મહિને લગભગ ₹9,250 આવક મળશે.

5 / 7
આ માસિક મળતી આવકને તમે ખર્ચવાની જગ્યાએ ફરી રોકાણ કરો.. ખાસ કરીને રિકરિંગ ડિપોઝિટ (RD)માં. જો RD પર 6.7% વ્યાજ મળે, તો દર મહિને ₹9,250નું રોકાણ 5 વર્ષ સુધી ચાલુ રાખવાથી કુલ લગભગ ₹5.55 લાખનું રોકાણ થશે. ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે, આ રકમ પર તમને આશરે ₹1.05 લાખ જેટલું વ્યાજ મળશે, એટલે કે RDમાંથી કુલ ₹6.60 લાખ મળશે.

6 / 7
5 વર્ષ પૂરા થતાં, તમને MISમાં મૂકેલી મૂળ રકમ ₹15 લાખ પાછી મળશે અને સાથે RDમાંથી મળેલી ₹6.60 લાખ રકમ ઉમેરાશે. આમ, તમારી કુલ આવક લગભગ ₹21.60 લાખ થાય છે. બીજી તરફ, તમે કાર લોન માટે કુલ ₹18.67 લાખ ચૂકવ્યા હશે. જો આ રકમને તમારી કુલ આવકમાંથી કાઢીએ, તો અંતે તમને આશરે ₹2.92 લાખનો નફો થાય છે.

7 / 7
આ વ્યૂહરચનામાં ખાસ વાત એ છે કે તમે કોઈ વધારાનો જોખમ લીધા વગર, માત્ર પૈસાની યોગ્ય પ્લાનિંગથી નફો કમાઈ શકો છો. પરંતુ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે અને વ્યક્તિગત નાણાકીય સ્થિતિ મુજબ પરિણામ બદલાઈ શકે છે. તેથી, કોઈ પણ નિર્ણય લેતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.

Follow Us