₹100 થી પણ ઓછી કિંમત! આ સ્ટોકમાં 56% સુધીના જંગી ઉછાળાની શક્યતા, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

પબ્લિક સેક્ટરની નવરત્ન કંપનીના Q1FY27ના પરિણામો સામે આવ્યા છે. નબળા હાઇડ્રો પ્રોડક્શનના કારણે કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો છે, છતાં પણ અગ્રણી બ્રોકરેજ હાઉસ આ સ્ટોક પર બુલિશ છે. બ્રોકરેજે આ શેર પર 'Buy' રેટિંગ જાળવી રાખીને મોટો ટાર્ગેટ આપ્યો છે, જેથી આગળ જતાં આ સ્ટોકમાં તગડી તેજી આવવાની શક્યતા સેવાઈ રહી છે.

| Updated on: Aug 02, 2026 | 4:41 PM
1 / 5
પબ્લિક સેક્ટરની પાવર જનરેટિંગ નવરત્ન કંપની દ્વારા નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના (Q1FY27) પરિણામો જાહેર કર્યા બાદ અગ્રણી બ્રોકરેજ એલારા સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. આ કંપનીના પરિણામો ભલે નબળા આવ્યા હોય પરંતુ બ્રોકરેજનો આ પાવર સ્ટોક પર ભરોસો યથાવત છે.

2 / 5
નબળી હાઇડ્રોલોજિકલ પરિસ્થિતિ તેમજ હાઇડ્રો વીજળીના ઓછા ઉત્પાદનને કારણે કંપનીના ત્રિમાસિક પરિણામો બજાર અને બ્રોકરેજ એનાલિસ્ટ્સના અનુમાનો કરતાં થોડા સુસ્ત રહ્યા છે. જો કે, બક્સર થર્મલ પાવર પ્લાન્ટ શરૂ થવા અને રિન્યૂએબલ પોર્ટફોલિયોના શ્રેષ્ઠ પ્રદર્શનથી કંપનીને વાર્ષિક ધોરણે થોડી રાહત ચોક્કસ મળી છે પરંતુ ત્રિમાસિક ધોરણે આવકમાં ઘટાડો નોંધાયો છે.

3 / 5
બીએસઇ (BSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ, SJVN સ્ટોકની કિંમત છેલ્લા સત્ર એટલે કે શુક્રવારે 68.61 રૂપિયા પર બંધ થઈ હતી, જેમાં 0.23 ટકાનો હળવો ઉછાળો જોવા મળ્યો હતો. શેરે 68.31 રૂપિયા પર ઓપનિંગ કર્યા બાદ 69.39 રૂપિયાનો હાઈ (High) અને 67.62 રૂપિયાનો લો (Low) બનાવ્યો હતો. તેનો અગાઉનો બંધ ભાવ 68.45 રૂપિયા હતો. આ સ્ટોકનો 52-વીક હાઈ (High) 101.44 રૂપિયા અને લો (Low) 63.06 રૂપિયા રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ (31 જુલાઈ 2026 સુધી) 26,962.32 કરોડ રૂપિયા હતી.

4 / 5
તમામ પડકારો અને ઉતાર-ચઢાવ છતાં બ્રોકરેજ હાઉસ એલારા સિક્યોરિટીઝે કંપનીના લોંગ ટર્મ ફંડામેન્ટલ્સને મજબૂત માનતા તેના પર પોતાનો પોઝિટિવ દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો છે. કંપનીની ભવિષ્યની વિસ્તાર યોજનાઓ અને સંતુલિત ઊર્જા પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે 106 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ‘બાય’ (Buy) રેટિંગ જાળવી રાખ્યું છે.

5 / 5
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, કંપનીનો નફો વાર્ષિક ધોરણે લગભગ સ્થિર રહ્યો છે અને નેટ પ્રોફિટ 2200 કરોડ રૂપિયા પર જળવાઈ રહ્યો છે. બીજીબાજુ એડજસ્ટેડ PAT માં 27 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ ક્વાર્ટરમાં SJVN નું ઓપરેશનલ રેવેન્યુ વાર્ષિક ધોરણે 13,900 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે અગાઉના ક્વાર્ટરના મુકાબલે 52 ટકા વધુ છે. તેવી જ રીતે, કંપનીનું એબિટડા (EBITDA) વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 8,800 કરોડ રૂપિયા નોંધાયું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.