Women’s Asia Cup 2026 : ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે બદલો લેશે, ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ-11 જુઓ

મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતની ટકકર શ્રીલંકા સામે થવાની છે. દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તો ચાલો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમ જોઈએ.

| Updated on: Sep 13, 2026 | 11:17 AM
1 / 7
મહિલા એશિયા કપની ફાઈનલમાં આજે ભારતનો સામનો શ્રીલંકા સામે થવાનો છે. બંને ટીમ મેચ માટે સંપૂર્ણ તૈયાર છે. સૌથી મોટી વાત એ છે કે, કાંટાની ટકકર બંને વચ્ચે જોવા મળશે. ભારત અને શ્રીલંકા બંનેમાંથી કોઈ પણ ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ગ્રુપ એમાં ટીમ ઈન્ડિયા ટોપ પર રહી છે. તો ગ્રુપ બીમાં શ્રીલંકાની ટીમ પહેલા નંબર છે.

2 / 7
ભારતીય ટીમે અત્યારસુધી બોલિંગ અને બેટિંગમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે.દુબઈની પિચનો સ્પિનર્સે ખુબ ફાયદો ઉઠાવ્યો છે. હરમનપ્રીત કૌરની ટીમ ફાઈનલ જીતી શ્રીલંકા સામે 2 વર્ષ જૂનો બદલો લેવા ઈચ્છશે. તો ચાલો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ.

3 / 7
સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પર જવાબદારી,બેટિંગમાં બે ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પર ઘણું નિર્ભર રહેશે. બંનેએ સારું ફોર્મ દર્શાવ્યું છે, જેમાં શેફાલીએ બે અડધી સદી ફટકારી છે. તો સ્મૃતિ મંધાનાએ હોંગકોંગ વિરુદ્ધ સદી ફટકારી હતી.  આ બંને પાસે મોટી પાર્ટનરશીપની આશા છે.

4 / 7
ટીમ ઈન્ડિયાના મિડિલ ઓર્ડર બેટ્સમેનેઓ અત્યારસુધી સારું પ્રદર્શન કર્યું નથી. કેપ્ટન હરમનપ્રીત કૌર મોટી ઈનિગ્સ રમી શકી નથી. પ્રતિકા રાવલ પણ ફ્લોપ રહી છે. રિચા ધોષ અને ભારતી ફુલમાલીએ પણ આ મેચમાં તાકત દેખાડવી પડશે.

5 / 7
દીપ્તિ શર્માના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી છે. દીપ્તિએ દરેક મેચમાં ધાતક બોલિગ કરી વિકેટ લીધી છે. તેના બેટમાંથી રન પણ આવ્યા છે. દીપ્તિએ અત્યારસુધી 11 વિકેટ પોતાને નામ કરી છે. દીપ્તિ સાથે શ્રી ચરણી, પ્રેમા રાવત પણ શાનદાર બોલિગં કરી છે. 3 સ્પિનર્સનો ટૂર્નામેન્ટમાં દબદબો જોવા મળ્યો છે.

6 / 7
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ , હરમનપ્રીત કૌર, રિચા ધોષ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદિની શર્મા

7 / 7
મહિલા એશિયા કપ 2026 ની ટ્રોફી કઈ ટીમ ઉપાડશે તેનો નિર્ણય 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે, અને ફરી એકવાર ભારત અને શ્રીલંકા ટ્રોફી માટે ટકરાશે. બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયા પાસે હવે ટ્રોફી જીતવાની તક છે.

Follow Us
Loading...
Unable to load recommendations.