
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ મેચને લઈ ચર્ચામાં છે. ગત્ત મેચમાં તેની 139 રનની શાનદાર ઈનિગ્સ રમી ચાહકોને તેની જુની સ્ટાઈલ યાદ અપાવી હતી. મેદાન પર વિરાટના રેકોર્ડ અને સફળતાઓ વિશે તો દરેક લોકો જાણે છે.

પરંતુ તેની પર્સનલ લાઈફ અને પરિવાર સાથે જોડાયેલા કેટલાક સંબંધો હવે લોકોને જાણવાનો વિષય બની ગયો છે. આ વચ્ચે તેલુગુ સિનેમાની એક જાણીતી અભિનેત્રી રુહાની શર્માનો એક જુનો દાવો ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાને અનુષ્કા શર્માને પોતાની કઝીન બનાવતા કહ્યું વિરાટ કોહલીને પોતાનો જીજાજી કહ્યું હતુ.

રુહાની શર્મા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી અભિનેત્રી છે. જેમણે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ચી લા સૌ થી કરી હતી. રાહુલ રવિન્દ્રના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રુહાનીએ પોતાની એક્ટિંગથી ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ.

ત્યારબાદ અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી છે. રુહાની શર્માનો જન્મ 18 સપ્ટેમ્બર 1994ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો.

તેમણે પોતાનો અભ્યાસ ચંદીગઢમાંથી પૂર્ણ કર્યો હતો. ફિલ્મમાં આવ્યા બાદ તેમણે તેલુગુ અને મલયાલમ સિનેમામાં અનેક પ્રકારની ભૂમિકા નિભાવી છે.

રુહાની શર્માનો વિરાટ કોહલી સાથે સંબંધ ત્યારથી ચર્ચમાં આવ્યો. જ્યારે તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન પોતાને અનુષ્કા શર્માની કઝિન કહ્યું હતુ. આ સંબંધને લઈ વિરાટ કોહલીએ તેને જીજુ કહ્યા છે.

રૂહાનીના આ નિવેદન પછી, ચાહકોમાં અનુષ્કા શર્મા અને રૂહાની વચ્ચે પારિવારિક સંબંધ હોવાની શક્યતામાં રસ વધ્યો. જોકે, અનુષ્કા શર્મા અને રૂહાની શર્મા વચ્ચેના સંબંધો અંગે જાહેરમાં વધુ માહિતી ઉપલબ્ધ નથી. રુહાની દ્વારા આપવામાં આવેલું આ નિવેદને કનેક્શનને લઈ ચર્ચામાં આવનારું મુખ્ય કારણ રહ્યું છે.

રૂહાની શર્મા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં ઓછી દેખાઈ રહી છે. હાલમાં તે સારી વાત અને સારી ભૂમિકાઓ શોધી રહી છે. ફિલ્મોમાં ગેરહાજરી હોવા છતાં, તે સોશિયલ મીડિયા પર હાજર રહે છે. તે વારંવાર ચાહકો સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. ચાહકો તેના ગ્લેમરસ ફોટા પર પ્રતિક્રિયા આપે છે.