વિજયની રાજકીય એન્ટ્રી બની ઐતિહાસિક, પણ ‘થલાપતિ’ કેવી રીતે બન્યા વિજય? શું થાયે છે થલાપતિ શબ્દનો અર્થ

સિનેમામાં સુપરસ્ટાર રહેલા વિજયે રાજકારણમાં પણ મોટી સફળતા મેળવી છે. જાણો તમિલ ભાષામાં 'થાલાપતિ'નો અર્થ શું થાયે છે અને તેની રસપ્રદ વાર્તા.

| Updated on: May 05, 2026 | 11:24 AM
1 / 11
સાઉથના જાણીતા અભિનેતા 'થલાપતિ વિજય' હવે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રાજકારણમાં પણ પોતાની મજબૂત પકડ બનાવી રહ્યા છે. તેમની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) એ તમિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો ઉલટફેર કરી નાખ્યો છે. હાલના રાજકીય ટ્રેન્ડ્સ મુજબ, TVK તમિલ નાડુની 234માંથી 110થી વધુ બેઠકો પર આગળ દેખાઈ રહી છે, જેના કારણે પરંપરાગત પાર્ટીઓ Dravida Munnetra Kazhagam અને All India Anna Dravida Munnetra Kazhagam પાછળ રહી ગઈ છે. (Image Credit Source: Social Media)

2 / 11
હાલના રાજકીય ટ્રેન્ડ્સ મુજબ, TVK તમિલ નાડુની 234માંથી 110થી વધુ બેઠકો પર આગળ દેખાઈ રહી છે, જેના કારણે પરંપરાગત પાર્ટીઓ Dravida Munnetra Kazhagam અને All India Anna Dravida Munnetra Kazhagam પાછળ રહી ગઈ છે. (Image Credit Source: Social Media)

3 / 11
વિજયનો જન્મ 22 જૂન 1974ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ 'વિજય' ચંદ્રશેખર છે. તેઓ માત્ર અભિનેતા જ નહીં પરંતુ ગાયક, નૃત્યકાર અને હવે રાજકીય નેતા તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે.

4 / 11
તેમના પિતા S. A. Chandrasekhar ફિલ્મ નિર્દેશક હતા, જ્યારે માતા શોભા ગાયિકા રહી ચૂકી છે. આ કારણે તેઓ બાળપણથી જ ફિલ્મી દુનિયા સાથે જોડાયા. (Image Credit Source: Social Media)

5 / 11
વિજયે 1984માં આવેલી ફિલ્મ ‘વેટ્રી’થી બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ રજનીકાંતની ફિલ્મ ‘નાન સિગપ્પુ મનિથન’માં પણ અભિનય કર્યો. 1992માં આવેલી ‘નાલૈયા થીરપુ’ દ્વારા તેઓ મુખ્ય અભિનેતા તરીકે સામે આવ્યા. (Image Credit Source: Social Media)

6 / 11
તેમનું મૂળ નામ અલગ હોવા છતાં, ફેન્સ તેમને ‘થલપતિ’ તરીકે ઓળખે છે. આ નામ તેમને તેમની લોકપ્રિયતા વધતા મળ્યું. ‘થલપતિ’નો અર્થ થાય છે નેતા અથવા કમાન્ડર. શરૂઆતમાં તેમને ‘ઇલયા થલપતિ’ એટલે કે યુવા નેતા તરીકે ઓળખવામાં આવતા. (Image Credit Source: Social Media)

7 / 11
વર્ષ 2017માં આવેલી ફિલ્મ Mersal બાદ તેમના નામમાં બદલાવ આવ્યો અને ‘ઇલયા થલપતિ’માંથી માત્ર ‘થલપતિ’ તરીકે ઓળખ શરૂ થઈ. આ બદલાવ તેમના ચાહકોને ખૂબ પસંદ આવ્યો અને ત્યારથી આ નામ તેમની ઓળખ બની ગયું. (Image Credit Source: Social Media)

8 / 11
ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી વિજયે ફેબ્રુઆરી 2024માં સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો અને પોતાની પાર્ટી TVKની સ્થાપના કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે અને 2026ની વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. (Image Credit Source: Social Media)

9 / 11
તેમની પહેલી મોટી જાહેર સભા ઓક્ટોબર 2024માં વિલ્લુપુરમ જિલ્લાના વિક્રવંડીમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોતાના ભાષણોમાં તેમણે રાજ્યની પરંપરાગત રાજનીતિ પર નિશાન સાધ્યું અને લોકોને એકતા માટે અપીલ કરી. (Image Credit Source: Social Media)

10 / 11
વર્ષ 2025 કરુરમાં તેમની પાર્ટીની સભા દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયા. આ ઘટનાને લઈને વિજયે શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી. (Image Credit Source: Social Media)

11 / 11
આ રીતે, ફિલ્મોમાં સુપરસ્ટાર તરીકે ઓળખાયેલા વિજય હવે રાજકારણમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. હાલના ટ્રેન્ડ્સ દર્શાવે છે કે તેઓ તમિલનાડુની રાજનીતિમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી રહ્યા છે. (Image Credit Source: Social Media)

Published On - 11:20 am, Tue, 5 May 26

Follow Us