
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને એક મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ 4 સપ્ટેમ્બર 2026ના રોજ સ્ટોક એક્સચેન્જને જાણકારી આપતા જણાવ્યું કે તેને SJVN Thermal Private Limited તરફથી Letter of Award પ્રાપ્ત થયો છે. SJVN Thermal Private Limited, SJVN Limitedની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે. આ ઓર્ડર RVNLના સામાન્ય બિઝનેસ કામગીરીના ભાગરૂપે મળ્યો છે.

આ પ્રોજેક્ટ બિહારના બક્સર ખાતે આવેલા 1320 MW Buxar Thermal Power Project (BTPP) સાથે સંબંધિત છે. ઓર્ડર હેઠળ પ્લાન્ટ બાઉન્ડરીથી Chausa અને Pawani Kamarpur સુધી ટ્રેક મારફતે aerial connection સાથે permanent sidingનું નિર્માણ કરવાનું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એક સ્થાનિક એટલે કે Domestic Entity તરફથી મળેલો કોન્ટ્રાક્ટ છે અને તેમાં General Contract Conditions લાગુ પડશે.

આ કોન્ટ્રાક્ટની કુલ કિંમત GST સહિત ₹903,00,68,492 છે, એટલે કે આશરે ₹903 કરોડ. કંપનીએ આ પ્રોજેક્ટને 36 મહિનામાં પૂર્ણ કરવાનો છે. સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ઓર્ડર આપનાર સંસ્થામાં પ્રમોટર, પ્રમોટર ગ્રુપ અથવા ગ્રુપ કંપનીઓનો કોઈ હિત નથી અને આ કોન્ટ્રાક્ટ Related Party Transaction હેઠળ પણ આવતો નથી.

રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરમાં 4 સપ્ટેમ્બરના રોજ 1.52 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને શેરનો ભાવ ₹212 પર પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹44,305 કરોડ છે. શેરનો 52 સપ્તાહનો હાઈ ₹401 અને લો ₹204 છે. કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 72.8 ટકા છે, જ્યારે ડિવિડન્ડ યીલ્ડ 0.80 ટકા દર્શાવવામાં આવી છે.

કંપનીના વેલ્યુએશન પર નજર કરીએ તો RVNLનો સ્ટોક P/E રેશિયો 49.2 છે, જ્યારે ઇન્ડસ્ટ્રી P/E 15.8 છે. કંપનીની બુક વેલ્યૂ ₹47.1 અને ROE 9.02 ટકા છે, જ્યારે ROCE 10.8 ટકા નોંધાય છે. કંપની પર આશરે ₹4,818 કરોડનું દેવું છે અને તેના રિઝર્વ્સ ₹7,737 કરોડ છે. જોકે, પ્રોફિટ ગ્રોથ -24.3 ટકા અને OPM 4.28 ટકા દર્શાવવામાં આવ્યા છે.

ટેક્નિકલ દૃષ્ટિએ પણ RVNLના શેર પર નજર રાખવી મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે સ્ક્રીનશોટ મુજબ કંપનીનો RSI 38.8 છે. બીજી તરફ, કંપનીના કુલ શેરહોલ્ડર્સની સંખ્યા 22,10,914 છે. તાજેતરમાં RVNLને SJVN Thermal Private Limited તરફથી આશરે ₹903 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જે બિહારના 1320 MW બક્સર થર્મલ પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. આ ઓર્ડર કંપનીના બિઝનેસ માટે મહત્વપૂર્ણ હોવા છતાં, રોકાણકારોએ શેરમાં નિર્ણય લેતા પહેલાં કંપનીના વેલ્યુએશન, નાણાકીય પરિણામો અને બજારની સ્થિતિનો પણ અભ્યાસ કરવો જોઈએ. ( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)