
શું તમે ક્યારેય નોંધ્યું છે કે ભારતીય શહેરોની ઓળખ અને તેની સ્કાયલાઈન અત્યારે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે? એક સમય હતો જ્યારે દરેક શહેર પોતાની પ્રગતિનો પુરાવો આપવા માટે મોટા અને આલીશાન 'મોલ્સ' ઈચ્છતું હતું. મોલ હોવા એ વિકાસની નિશાની ગણાતી હતી. (Image Credit Source: Social Media)

પરંતુ, આજે સમય બદલાયો છે. હવે ભારતના શહેરોમાં એક નવો 'સ્ટેટસ સિમ્બોલ' અને અનિવાર્ય જરૂરિયાત ઉભરી આવી છે, અને તે છે 'રિવરફ્રન્ટ'. મૉલ્સ એ ખાનગી અને બંધિયાર જગ્યાઓ છે, જ્યારે રિવરફ્રન્ટ્સ એ જાહેર સ્થાન છે જે શહેરને શ્વાસ લેવાની જગ્યા આપે છે. આજે દરેક શહેર નદી કિનારે પોતાનું એક નયનરમ્ય વિશ્વ વસાવવા માટે આતુર છે. ચાલો અર્બન ડેવલપમેન્ટની નજરે સમજીએ કે શા માટે રિવરફ્રન્ટ અત્યારે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી મોટો અને લેટેસ્ટ ટ્રેન્ડ બની રહ્યો છે. (Image Credit Source: Social Media)

રિવરફ્રન્ટ આધુનિક શહેરોની નવી જીવાદોરી સમાન બની રહી છે. ઘણા લોકો રિવરફ્રન્ટને માત્ર નદીના કિનારે થયેલું બાંધકામ સમજે છે, પણ વાસ્તવમાં તે તેનાથી ઘણું વિશેષ છે. રિવરફ્રન્ટ એ એક એવો કલ્પનાશીલ પ્રોજેક્ટ છે જ્યાં નદીના કિનારાને વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરીને શહેરીજનો માટે સુવિધાઓ વિકસાવવામાં આવે છે. તે માત્ર શહેરની સુંદરતામાં વધારો નથી કરતું, પરંતુ લોકો માટે એક આદર્શ 'હેંગઆઉટ સ્પોટ' અને 'પબ્લિક હેલ્થ સેન્ટર' તરીકે ઉભરી આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં શહેરની ભીડભાડ વચ્ચે પણ નાગરિકો કુદરતની નજીક જઈ શકે છે અને સામાજિક જીવનનો આનંદ માણી શકે છે. (Image Credit Source: Social Media)

સાબરમતી રિવરફ્રન્ટ, ગ્લોબલ સ્ટાન્ડર્ડ અને અમદાવાદની શાન તરીકે ઓળખાય છે. જ્યારે પણ ભારતમાં રિવરફ્રન્ટના મોડેલની વાત થાય, ત્યારે અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ હંમેશા મોખરે રહે છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે જો દ્રષ્ટિ હોય તો ભારતીય શહેરો પણ વિદેશી શહેરો જેવા જ ભવ્ય બની શકે છે. (Image Credit Source: Social Media)

અહીંના અત્યંત પહોળા પ્રોમેનેડ્સ (ચાલવા માટેના રસ્તા), સુનિયોજિત ગાર્ડન્સ અને આધુનિક એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો ગણાતો આઈકોનિક 'અટલ બ્રિજ' તેને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે. આ પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતાને જોતા હવે ફેઝ-૨ (Phase 2) નું કન્સ્ટ્રક્શન પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટના પ્રોમેનેડ્સ અને અટલ બ્રિજની ભવ્યતા જોતા લાગે છે કે, વાસ્તવમાં આ પ્રોજેક્ટ વર્લ્ડ ક્લાસ છે. (Image Credit Source: Social Media)

ચંબલ રિવરફ્રન્ટ-જ્યાં આર્કિટેક્ચર અને રાજસી ઠાઠનું મિલન થાય છે. રાજસ્થાનના કોટામાં બનેલા ચંબલ રિવરફ્રન્ટને 'રોયલ્ટી' નો પર્યાય પણ કહી શકાય. ચંબલ રિવરફ્રન્ટની આર્કિટેક્ચરલ ડિઝાઇન એટલી ભવ્ય અને ઝીણવટભરી છે કે ત્યાં પગ મૂકતા જ તમને એવો અહેસાસ થાય કે જાણે તમે કોઈ પ્રાચીન રાજમહેલમાં પ્રવેશ્યા હોય. (Image Credit Source: Social Media)

ચંબલ રિવરફ્રન્ટની આર્કિટેક્ચરલ ભવ્યતા અને હેરિટેજ લુક પ્રવાસનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ માત્ર શહેરી વિકાસ નહીં, પરંતુ આર્કિટેક્ચર, પર્યટન અને સંસ્કૃતિનું અનોખું સંમિશ્રણ રજૂ કરે છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજિત રીતે ₹1,400 થી ₹1,500 સુધી માનવામાં આવે છે. (Image Credit Source: Social Media)

લગભગ 6 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો આ રિવરફ્રન્ટ બન્ને કિનારાઓ પર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં અનેક થીમ આધારિત ઘાટો બનાવવામાં આવ્યા છે, જે અલગ-અલગ સંસ્કૃતિ અને ઇતિહાસને દર્શાવે છે. અહીં વિશાળ મૂર્તિઓ, આર્ટ વર્ક, બગીચા, ફુવારા અને રાત્રે સુંદર લાઇટિંગ જેવા આકર્ષણો ઉમેરવામાં આવી છે, જે રિવરફ્રન્ટને વધુ આકર્ષક બનાવે છે. ચંબલ નદી સાથે જોડાયેલી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને પણ ધ્યાનમાં રાખીને કેટલાક ઘાટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. (Image Credit Source: Social Media)

ચંબલ રિવરફ્રન્ટનો વિકાસ મોટા ખર્ચે કરવામાં આવ્યો છે અને તે શહેરના આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ મહત્વનો છે, કારણ કે તેમાં નદીનું સ્વચ્છતા જાળવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખુલ્લી જગ્યા અને હરિયાળી વિસ્તારને મહત્વ આપવામાં આવ્યું છે, જેથી લોકો પ્રકૃતિની નજીક રહી શકે. (Image Credit Source: Social Media)

ભારતમાં રિવેરફ્રન્ટ ક્રાંતિ: અમદાવાદ અને કોટાની આ શહેરી કાયાપલટ જોઈને હવે ભારતના અન્ય મેટ્રો શહેરોમાં પણ રિવરફ્રન્ટ માટેની હરીફાઈ જામી છે. અહીં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કેટલાક લેટેસ્ટ અપડેટ્સ છે. (Image Credit Source: Social Media)

પુણે: મુળા-મુથા નદી પર રિવરફ્રન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને લેટેસ્ટ જાણકારી પ્રમાણે તેના કેટલાક મહત્વના સ્ટ્રેચેસ (વિસ્તારો) હવે જાહેર જનતા માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. (Image Credit Source: Social Media)

પટના: બિહારના પટનામાં ગંગા નદીના કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેમાં અમુક હિસ્સાઓ કાર્યરત થઈ ચૂક્યા છે, જે ગંગા કિનારાની રોનક બદલી રહ્યા છે. (Image Credit Source: Social Media)

હૈદરાબાદ: હૈદરાબાદના ઐતિહાસિક મૂસી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ તાજેતરમાં જ રાજ્ય સરકાર તરફથી 'ગ્રીન સિગ્નલ' મળી ગયું છે, જે શહેરની આખી ભૌગોલિક ઓળખ બદલી નાખશે તેવું મનાય છે. (Image Credit Source: Social Media)

રિવરફ્રન્ટ્સ એ માત્ર સિમેન્ટ અને પથ્થરનું બાંધકામ નથી, પરંતુ તે ભારતીય શહેરોમાં આવી રહેલા માનસિક પરિવર્તનનું પ્રતીક છે. આપણે નદીઓને માત્ર પૂજવાને બદલે હવે તેને ગંદકીથી મુક્ત કરી, તેને સાચા અર્થમાં લોકોના જીવન સાથે ફરીથી જોડી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતીય શહેરો હવે વૈશ્વિક કક્ષાની લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ સંતુલન તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે. (Image Credit Source: Social Media)
Published On - 8:09 am, Tue, 7 April 26