Breaking News: શું નિફ્ટી 18,471 ના લેવલ સુધી જશે? 20 વર્ષમાં માત્ર 2 વખત સર્જાઈ છે આવી સ્થિતિ; સમજો ચાર્ટનું સંપૂર્ણ ગણિત

સપ્ટેમ્બર 2024થી નિફ્ટી 22,000 થી 26,400ની મર્યાદિત રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યી છે. જોકે, વીકલી ચાર્ટ પર 2008 અને 2020ના મહામંદી જેવા ટેકનિકલ સંકેતો ફરી દેખાઈ રહ્યા છે. જો બજાર 21,517 (250 EMA) નો સપોર્ટ તોડશે, તો શું નિફ્ટી 18,471 (450 EMA) સુધી પટકાશે? વાંચો ઐતિહાસિક રિવર્સલ અને ચાર્ટ એનાલિસિસનો વિસ્તૃત રિપોર્ટ.

| Updated on: Oct 01, 2026 | 10:16 PM
1 / 7
સપ્ટેમ્બર 2024 થી અત્યાર સુધી નિફ્ટી એક ચોક્કસ મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યી છે. આ પ્રાઇસ રેન્જ 22,000 થી 26,400 રેન્જની વચ્ચે બનેલી છે. આ અગાઉ માર્ચ 2020 માં કોરોના કાળ દરમિયાન બોટમ બનાવ્યા બાદ નિફ્ટીએ આશરે 250% નું શાનદાર વળતર (રિટર્ન) આપીને 18,500 થી વધુ પોઈન્ટ્સની ઐતિહાસિક તેજી દર્શાવી હતી. છેલ્લા બે વર્ષથી 22,000 થી 26,400 ની રેન્જમાં ચાલી રહેલા કારોબારને જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે નિફ્ટી હવે પછીની મોટી બુલ રેલી પહેલાં કોન્સોલિડેશન (સ્થિરતા) ના તબક્કામાંથી પસાર થઈ રહ્યી છે.

2 / 7
છેલ્લા લગભગ બે વર્ષથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) સતત વેચવાલી કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) સતત ખરીદી કરીને બજારને ટેકો આપી રહ્યા છે. આ ખેંચતાણને કારણે બજાર 4,000 પોઈન્ટ્સ (22,000 થી 26,000) ની સીમિત રેન્જમાં જ ઘૂમતું રહ્યું છે. જોકે, હવે વીકલી (સાપ્તાહિક) ચાર્ટ પર એવા એલાર્મિંગ સંકેતો મળી રહ્યા છે, જે ઓક્ટોબર-નવેમ્બર 2008 અને ફેબ્રુઆરી-માર્ચ 2020 જેવી વિપરીત પરિસ્થિતિઓ તરફ ઈશારો કરે છે.

3 / 7
વીકલી ચાર્ટ અને ઇન્ડિકેટરના સંકેતો: નિફ્ટીના વીકલી ટાઈમફ્રેમ ચાર્ટ પર 'PSP LT EMA Gap BUY SELL - Alternating Signals' ઇન્ડિકેટર પર નજર કરીએ તો એક ખાસ પેટર્ન સ્પષ્ટપણે સામે આવે છે: 2008 નો ક્રેશ: ઓક્ટોબર-નવેમ્બર 2008 માં નિફ્ટીનો RSI 25 ની નીચે જતો રહ્યો હતો. આ સાથે ઇન્ડેક્સે આ ઇન્ડિકેટરના તમામ 5 લોંગ-ટર્મ EMA (250, 300, 350, 400 અને 450) ના લેવલ્સને તોડીને નીચેની તરફ ગોથું લગાવ્યું હતું. 2020 નો ક્રેશ: ફેબ્રુઆરી-માર્ચ 2020 માં કોરોના મહામારી દરમિયાન પણ વીકલી RSI 25 ની નીચે સરકી ગયો હતો અને નિફ્ટીએ 450 EMA નું સ્તર પણ બ્રેક કરી દીધું હતું.

4 / 7
સૌથી રસપ્રદ વાત એ છે કે આ જ બોટમ લેવલ્સ પરથી બજારમાં અકલ્પનીય અને ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી: 2008 માં બોટમ બનાવ્યા બાદ પછીના બે વર્ષમાં નિફ્ટી 170% થી વધુ ઊછળ્યો હતો. 2020 માં નીચલું સ્તર સ્પર્શ્યા બાદ આગળના સાડા ત્રણ વર્ષમાં ઇન્ડેક્સમાં 250% ની રેકોર્ડબ્રેક તેજી નોંધાઈ હતી.

5 / 7
શું વર્ષ 2026 ના છેલ્લા 3 મહિનામાં બનશે એક્સ્ટ્રીમ બોટમ? હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું વર્ષ 2026 ના બાકી રહેલા ત્રણ મહિના (ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર) માં નિફ્ટી 2008 કે 2020 જેવો એક્સ્ટ્રીમ બોટમ ઝોન હિટ કરી શકે છે?

6 / 7
વર્તમાન ચાર્ટ લેવલ્સ: 250 EMA: 21,517 પોઈન્ટ્સ, 450 EMA: 18,471 પોઈન્ટ્સ

7 / 7
ટેકનિકલ એનાલિસિસ મુજબ પૂરેપૂરી સંભાવના છે કે નિફ્ટી 21,517 (250 EMA) ના લેવલ પરથી સપોર્ટ મેળવીને પાછો વળી જાય. પરંતુ, જો બજારમાં વેચવાલીનું દબાણ વધે અને નિફ્ટી આ સપોર્ટ તોડીને 300 EMA ની નીચે સરકી જશે, તો 18,471 (450 EMA) નું સ્તર ટેસ્ટ થવું લગભગ નિશ્ચિત બની જશે. આ 18,471 નો વિસ્તાર જ નિફ્ટી માટે 'એક્સ્ટ્રીમ બોટમ ઝોન' સાબિત થશે. હિસ્ટોરિકલ રેકોર્ડ્સ દર્શાવે છે કે જ્યારે પણ નિફ્ટીએ આ એક્સ્ટ્રીમ બોટમ લેવલને સ્પર્શ કર્યો છે, ત્યાંથી લાંબા ગાળે રોકાણકારોને 150% થી 250% સુધીની વિરાટ વૃદ્ધિ (ગ્રોથ) મળી છે.

Published On - 10:06 pm, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.