કાનુની સવાલ: આધાર કાર્ડ, માર્કશીટ કે એગ્રીમેન્ટ… ડોક્યુમેન્ટ્સને લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? જાણો સંપૂર્ણ નિયમ

કાનુની સવાલ: આજકાલ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકો લેમિનેશન કરાવવાનું પસંદ કરે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અથવા કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ એમ દરેક દસ્તાવેજ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? અને જો કરાવીએ તો ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં આવે? જાણો આ આર્ટિકલમાં.

| Updated on: Jan 25, 2026 | 9:31 AM
1 / 6
ભારતીય કાયદા અનુસાર દરેક દસ્તાવેજને લેમિનેટ કરવો ગેરકાયદેસર નથી, પરંતુ દરેક ડોક્યુમેન્ટ માટે નિયમ અલગ–અલગ છે. અહીં ભૂલ થવાથી ઘણી વખત સરકારી કામમાં દસ્તાવેજ નામંજૂર થઈ શકે છે.

2 / 6
આધાર કાર્ડ અને પાન કાર્ડ: UIDAI દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે આધાર કાર્ડને લેમિનેટ ન કરવું જોઈએ. કારણ કે લેમિનેશન થવાથી QR કોડ, સુરક્ષા તત્વો અને સ્કેનિંગમાં સમસ્યા આવી શકે છે. આધાર માટે PVC કાર્ડ અથવા ડિજિટલ e-Aadhaar વધુ માન્ય ગણાય છે. પાન કાર્ડ માટે પણ આવું જ છે — લેમિનેશન કરવાથી તેની વેલિડિટી રદ્દ થતી નથી, પરંતુ ઘણી સંસ્થાઓ લેમિનેટેડ પાન સ્વીકારતી નથી.

3 / 6
શૈક્ષણિક પ્રમાણપત્રો (માર્કશીટ, ડિગ્રી):  માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ડિગ્રીને લેમિનેટ કરાવવી જોખમી સાબિત થઈ શકે છે. યુનિવર્સિટી, વિદેશી એજ્યુકેશન, અથવા નોકરીની વેરિફિકેશન પ્રક્રિયામાં ઘણી વખત લેમિનેટેડ દસ્તાવેજ સ્વીકારવામાં આવતા નથી. કારણ કે લેમિનેશન પછી ઓરિજિનલ સીલ, સહી અને કાગળની પ્રામાણિકતા ચકાસવી મુશ્કેલ બની જાય છે.

4 / 6
કાનૂની દસ્તાવેજો અને એગ્રીમેન્ટ: જમીનના કાગળ, સ્ટેમ્પ પેપર, એગ્રીમેન્ટ, પાવર ઓફ એટર્ની જેવા કાનૂની દસ્તાવેજોને લેમિનેટ કરવું કાયદેસર રીતે યોગ્ય નથી. કોર્ટમાં અથવા રજિસ્ટ્રેશન સમયે આવા દસ્તાવેજો લેમિનેટેડ હોય તો તેને નામંજૂર કરવામાં આવી શકે છે. ખાસ કરીને સ્ટેમ્પ એક્ટ હેઠળના દસ્તાવેજોમાં લેમિનેશન કરવાથી તેની માન્યતા પર સવાલ ઊભા થાય છે.

5 / 6
તો શું કરવું?: લેમિનેશનના બદલે નિષ્ણાતો સલાહ આપે છે કે: દસ્તાવેજોને પ્લાસ્ટિક ફાઈલ અથવા સ્લીવમાં રાખો. સ્કેન કરીને ડિજિટલ કૉપિ સાચવો. સરકારી દસ્તાવેજ માટે ડિજિટલ વોલેટ (DigiLocker) નો ઉપયોગ કરો.

6 / 6
લેમિનેશન કરાવવું કાયદેસર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત નથી, પરંતુ મહત્વપૂર્ણ અને કાનૂની દસ્તાવેજો માટે તે ટાળવું વધુ સુરક્ષિત છે. ખોટી જગ્યાએ લેમિનેશન કરાવવાથી ભવિષ્યમાં કોર્ટ, બેંક અથવા સરકારી ઓફિસમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી દસ્તાવેજના પ્રકાર અનુસાર નિર્ણય લેવો જ યોગ્ય રહેશે.